Mon May 25 2026

Logo

આહારથી આરોગ્ય સુધીઃ ફેટ-ફેટી લીવરથી બચવા પ્રોટીન જરૂરી

2026-05-12 10:02:00
Author: Dr. Harsha Chhadva
Article Image

ડૉ. હર્ષા છાડવા

પ્રોટીન શરીરનું મુખ્ય નિર્માણ બ્લૉક છે જે અમીનો ઍસિડથી બને છે. પ્રોટીનના નિર્માણ માટે વીસ પ્રકારના પ્રોટીનની જરૂર પડે છે. અગ્યાર જેવા અમાયનો શરીરમાં હોય છે. બાકીના નવ પ્રકારના અમાયનો બાહ્ય ખોરાકમાંથી લેવા પડે છે. જે આપણે યોગ્ય ખાન-પાનથી મેળવી શકીએ છીએ. પ્રોટીન યુક્ત ખોરાક લેવાથી તે આંતરડામાં પ્રોસેસ થાય આ ખોરાકમાંથી અમાયનો એસેન્સ બને છે. 

આ અમાયનોમાંથી અમાયનો એસેન્સ બ્લડ સરક્યુલેશનના માધ્યમથી લીવરમાં જાય લીવર શરીરના બંધારણ માટે જરૂરી પ્રોટીન બનાવે છે. દસ હજાર જેટલા પ્રોટીન લીવર બનાવે છે. યોગ્ય પ્રોટીનયુક્ત ખોરાક ન લેવાથી કે વધુ પડતો રીફાઈન્ડ, પ્રોસેસ કરેલો આહાર લેવાથી કે વધુ કાર્બોહાઈડ્રેડ વધુ લેવાથી યોગ્ય પ્રોટીન બનતું નથી. કાર્બોહાઈડ્રેડથી વધુ ફેટ બને છે. જે લીવરના સેલમાં રહી જાય છે. ત્યારે ફેટી લીવરની સમસ્યા આવે છે. લીવરમાંથી ફેટ લોહી દ્વારા સેલમાં જાય છે એટલે કે ટ્રાયગ્લીસરાઇડ વધી જાય છે અને શરીરમાં ફેટ જમા થઈ જાય છે.

યોગ્ય પ્રોટીન લેવું જરૂરી છે. પ્રોટીનના પાચન માટે શરીરને ખૂબ મહેનત કરવી પડે છે. એટલે કે શરીરને પ્રોટીન પચાવવા અંદરથી એક્સસાઇઝ કરવી પડે છે જે તે જોરદાર રીતે કરે છે. ધારો કે પ્રોટીનની સો કેલરી પચાવવા ત્રીસ ગ્રામ જેટલી શરીરની કેલરી વપરાય છે માટે કહેવાય છે કે યોગ્ય પ્રોટીન લેવાથી શરીર અંદરથી એક્સસાઈઝ કરે છે જે ફેટને કાઢવા માટે ખૂબ જરૂરી છે. પ્રોટીન યુક્ત ખોરાક લેવાથી બાહ્ય એક્સસાઈઝની ઓછી જરૂર પડે છે. આ એક થર્મીક ઈફેક્ટ છે. જે ફેટના પાચન માટે જરૂરી છે. ફેટનું ગ્લુકોઝમાં પાચન થવું વધુ જરૂરી છે. શરીર દિવસ-રાત પ્રોટીનનું પાચન કરે છે. જેથી શરીરના બંધારણ માટેના પ્રોટીન બને છે.

આહારમાં વધુ કાર્બોહાઈડ્રેડ લેવાના કારણે, રીફાઈન્ડ અને પ્રોસેસ આહાર, કેમિકલયુક્ત આહાર, જરૂર વગરનો આહાર, વારંવાર ખાવાની આદત, શરીરને માટે જરૂરી આહારનો અભાવ, જંકફૂડ, કોલ્ડડ્રીંક લેવાના કારણે શરીરમાં ગ્લાયસેમિક ઈન્ડેક્સ વધી જાય છે કે કેલરી વધી જાય છે. જેની શરીરને જરૂર નથી. યોગ્ય પાચન અટકી જાય છે. શરીર તે બહાર ફેંકી શકતું નથી. તે ફેટ રૂપે જમા થાય છે. ધારો કે શરીરને બે હજાર કેલરીની જરૂર છે અને અયોગ્ય આહારને કારણે પચ્ચીસો કેલરી લીધી. વધારાની પાંચસો કેલરી લેવાથી તેનું ટ્રાયગ્લીસરાઈડ (ખરાબ ફેટમાં) ક્ધવર્ટ થાય છે. આ ટ્રાયગ્લીસરાઈડ લીવરમાં જાય છે. અને ફેટી લીવર બને છે. ચહા, કૉફી, દારૂ અન્ય માદક પદાર્થને કારણે પ્રોટીન બગડી જાય છે.

પ્રોટીનની જરૂર દરેક અવયવને છે વાળ બનાવવા, બાહ્ય ચામડી બનાવવા, મસલ્સને મજબૂત રાખવા, વિટામિન બી બનાવવા, હાડકાને સુરક્ષિત રાખવા. વાળ બનાવવા કેરાટીન પ્રોટીન જરૂર પડે છે. ચામડી માટે કોલેજન પ્રોટીનની જરૂર પડે છે. આલ્બ્યુમીન, ગ્લોબીન જેવા પ્રોટીનની શરીરને જરૂરિયાત રહે છે. હિમોગ્લોબીન ટ્રાન્સપોટ માટે, ઇન્સ્યુલીન સુગર પચાવવા માટે આમ ઘણાય પ્રોટીનની શરીરને જરૂર પડે છે. હાર્ટને ચલાવવા માટે હેલ્થી ફેટ એસિડની જરૂર પડે છે જે પ્રોટીન યુક્ત ખોરાકમાંથી જ બને છે. પ્રોટીન યુક્ત ખોરાક સાથે પાણીની વધુ જરૂર પડે છે જેટલું જરૂરી છે તેટલું પાણી લેવું. 

લોહીમાં પંચાવન ટકા જેટલું પાણી છે. તેથી તેમાં ફેટ તરી નથી શકતી તેથી તે સેલમાં ભરાઈ જાય છે. લીવરના સેલમાં ભરાઈ જતાં તે ફેટી લીવર બને છે. શરીરમાં કોઈ અન્ય સમસ્યા ન હોય, ક્રીએટીન બરાબર હોય, ત્યારે વ્યક્તિ દોઢસોથી બસો સુધીનો પ્રોટીન યુક્ત ખોરાક લઈ શકે છે. જો યુરિનમાં પ્રોટીન જતું હોય કીડની ખરાબ થતી હોય તો પ્રોટીન ચિકિત્સકને પૂછી ને લેવો. બોડીને સેપમાં રાખવા માટે પ્રોટીન જરૂરી છે પણ તેનો અતિરેક ન થવો જોઈએ.

પ્રોટીન યુક્ત ખાદ્ય-પદાર્થથી પ્રાપ્ત અમીનો ઍસિડ મનોેદશા, એકાગ્રતા અને સંજ્ઞાનાત્મક કાર્યને નિયંત્રિત કરવા વાળા ન્યૂરોટ્રાંસમીટરના ઉત્પાદનમાં સહાયતા કરી મસ્તિષ્કના સ્વાસ્થ્યને સુદૃઢ રાખે છે. પર્યાપ્ત પ્રોટીન ન મળે તો માનસિક થાક, એકાગ્રતા અને મનોદશા અસંતુલિત થઈ જાય છે. આના કારણે શારીરિક થાક પણ જણાય છે.

પ્રોટીન યુક્ત ખાદ્ય-પદાર્થને કારણે લીવરમાં વી.એલ.ડી.એલ. (વેરી લોડેન્સીટી ઑફ લાઈ પ્રોટીન) બરાબર બનતું નથી તેને બનાવવા માટે પ્રોટીનની જરૂર પડે છે. આનું કામ ટ્રાયગ્લીસરાઈડ અને કોલેસ્ટ્રોલને એમની જગ્યા પર પહોંચાડવાનું છે. આ પ્રક્રિયા શરીરને ઊર્જા દેવાનું અને ઊર્જાને સ્ટોર કરવાનું રક્તપાચને નિયંત્રિત કરવા માટે જરૂરી છે.

પ્રોટીનના સ્રોત બધા જ પ્રકારના કઠોળ આપણી પાસે ઉપલબ્ધ તેનો વ્યવસ્થિત ઉપયોગ થવો જરૂરી છે. કઠોળને રાંધતા પહેલા સાતથી આઠ કલાક પલાળવા જરૂરી છે. ઓર્ગેનિક દૂધ, પનીર લેવા જોઈએ. લીલી પાંદડાવાળી વનસ્પતિનો ઉપયોગ થવો વધુ જરૂરી છે. બધા જ પ્રકારના સીડ અને ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવો જરૂરી છે. સાચા સંયોજનવાળા પદાર્થ લેવા જેમ કે દાળ-ભાત, શીંગચણા બધી જ દાળ સાથે ભાત ખાઈ શકાય. 

તૂરિયા અને મગની દાળનું શાક, દૂધી અને ચણાદાળ, પાલક અને ચણાદાળ, ગુવાર અને ઢોકળીનું શાક, ડબકા અને કઢી, શાકભાજી નાખીને બનાવેલી ખીચડી, વટાણા પનીરનું શાક, ઈડલી સાંભાર, ઢોકળા, હાંડવો. આ બધી જ ભારતીય વાનગીઓ દ્વારા શરીરને પ્રોટીન મળી રહે છે. હા બનાવવાની પ્રક્રિયા સાચી હોવી જોઈએ. 

જેમ કે ઈડલી બનાવવા માટે ચોખા દાળ અને દાળનું માપ તેમ જ સાતથી આઠ કલાક પલાળવા પછી તેમાં આથો આવવો ખૂબ જરૂરી છે. સોડા નાખીને આવેલો આથો શારીરિક રીતે ખૂબ મોટું નુકસાન થાય છે. શાકમાં જે કઠોળનો ઉપયોગ થતા તે પણ પલાળવા ખૂબ જરૂરી છે. દાદી-નાનીના જ્ઞાનનો ઉપયોગ કરવો જરૂરી છે તેમને જે રસોઈ બનાનવાની આવડત હતી તે ખરેખર અદ્ભુત હતી. જમવાનું સારું હોય પણ કેફેનવાળા પદાર્થ પણ બંધ કરવા અતિ જરૂરી છે. કોફીથી વધુ લીવર બગડે છે. ઑર્ગેનિક હર્બલ કાઢા લેવા જોઈએ.

પ્રોટીનના પાચન માટે ફળો બીમલી, સ્ટ્રારફ્રૂટ (કમરખ) કરવંદા, કોઠું (વુડ એપલ), મલબાર આમલી, કોકમ, આમલી, ગોરખ આમલી, બરબેરી (લાલ રંગની), પાકા કરવંદા. આ ફળોમાં અમાયનો ઍસિડની માત્રા છે તે પ્રોટીનને બનાવવામાં અને પાચન માટે ઉપયોગી છે. આનો ઉપયોગ કરવો જરૂરી છે.