નીસ : પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને નીસ શહેરમાં આયોજિત ઈન્ડિયા ઈનોવેટ્સ' કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારતની પ્રાથમિકતા માનવ આધારિત ટેકનોલોજી છે. તેમણે કહ્યું કે ભારત હાલમાં નવી ટેકનોલોજી અને વિચારો પર ઝડપી ગતિએ અને મોટા પાયે કામ કરી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના આ પ્રયાસો ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ અને સુરક્ષિત ભવિષ્ય માટે છે.
ભારત અને ફ્રાન્સ વચ્ચે એક ખાસ ભાગીદારી
પીએમ મોદીએ જણાવ્યું કે ભારત અને ફ્રાન્સ વચ્ચે એક ખાસ ભાગીદારી છે. જે કનેક્શન, કન્વીકશન અને ઇનોવેશન અને શેર વિઝન છે. ભારતના યુવા ઇનોવેટર્સ એવા ઉકેલો શોધી રહ્યા છે જે સમગ્ર માનવતાને લાભ આપી શકે. પીએમ મોદીએ ઉમેર્યું કે ભારત સાથે સહયોગ કરો અને વિશ્વ માટે તકનીકી ઉકેલો વિકસાવો.
भारत और फ्रांस के इस रिश्ते में Connection भी है, Conviction भी है।
— MP MyGov (@MP_MyGov) June 14, 2026
इस रिश्ते में Innovation भी है, Inspiration भी है।
- प्रधानमंत्री श्री @narendramodi#PMModiInFrance pic.twitter.com/CbMX8wWSlz
ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ
પીએમ મોદીએ કહ્યું કે "આ રિફોર્મ એક્સપ્રેસ અટકશે નહીં તે આગળ વધશે.તેમજ સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં પણ વધુ વૃદ્ધિ જોવા મળશે. તેમણે કહ્યું હતું લે છેલ્લા 12 વર્ષોમાં ભારતે એક મજબૂત નવીન પ્રણાલી વિકસાવી છે.જેના લીધે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે.