Thu Oct 01 2026

Logo

વિકસિત દેશોનું કાર્બન ઉત્સર્જન ભારત કરતાં 6 ગણું વધારે, ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં પીએમ મોદીની મહત્વપૂર્ણ વાત

2026-09-19 17:04:51
Author: Vimal Prajapati
વિકસિત દેશોનું કાર્બન ઉત્સર્જન ભારત કરતાં 6 ગણું વધારે, ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં પીએમ મોદીની મહત્વપૂર્ણ વાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલવાયુ પરિવર્તન અને કાર્બન ઉત્સર્જનને લઈને ચાલી રહેલી વૈશ્વિક ચર્ચામાં વિકસિત અને વિકાસશીલ દેશોની જવાબદારીનો મુદ્દો ઉઠાવ્યો છે. આ નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં પીએમ મોદીએ ‘ધી ફ્યુચર ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઈમેટ ડાયનેમિક્સ’ વિષય પર આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ધાટન કર્યું છે.

આ દરમિયાન પીએમ મોદીએ જલવાયુ પરિવર્તન અને કાર્બન ઉત્સર્જનને લઈને મહત્વપૂર્ણ વાત કરી છે. આના કારણે કેટલાક દેશોને મરચા પણ લાગી શકે છે. પીએમ મોદીએ કર્યું કે, કાર્બન ઉત્સર્જનની જવાબદારી મોટાભાગે વિકાશશીલ દેશો પર થોપી દેવામાં આવતી હોય છે. આ સ્થિતિને ધ્યાને રાખતા પીએમ મોદીએ કહ્યું કે, ભારતની માથાદીઠ કાર્બન ઉત્સર્જન હજુ પણ વૈશ્વિક સરેરાશના અડધા કરતાં ઓછી છે.

વિકસિત દેશોમાં પ્રતિ વ્યક્તિદીઠ કાર્બન ઉત્સર્જન સૌથી વધારે

વિગતે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, વિકસિત દેશોમાં પ્રતિ વ્યક્તિદીઠ કાર્બન ઉત્સર્જન ભારતના સમાનતાએ આશરે 6 ગણું વધારે છે. આ વાતને ભારતે હંમેશા વૈશ્વિક સ્તર પર રાખી છે. તેમના નિવેદનનો મુખ્ય ભાર આબોહવા પરિવર્તન માટેની જવાબદારી નક્કી કરતી વખતે દેશોની માથાદીઠ સ્થિતિ અને તેમના ઐતિહાસિક યોગદાનને ધ્યાનમાં લેવા પર હતો. પીએમ મોદીનું કહેવું એ છે કે, કાર્બર ઉત્સર્જન માટે માત્ર વિકાસશીલ દેશોને જ જવાબદાર ગણવા યોગ્ય નથી. પોતાના નિવેદનમાં પીએમ મોદીએ 'ગ્લોબલ સાઉથ'ના દેશોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત પર્યાવરણ સંરક્ષણની સાથે સાથે પોતાની વિકાસલક્ષી જરૂરિયાતોને પણ આગળ વધારી રહ્યું છે.

વૈશ્વિક કક્ષાએ કાર્બન ઉત્સર્જન માટે કોણ જવાબદાર ?

મહત્વની વાત એ છે કે, નેપાળમાં આવેલા ભયાનક પૂર માટે કથિત રીતે કાર્બન ઉત્સર્જનને જવાબદાર ગણવામાં આવ્યું હતું. એટલુ જ નહીં પરંતુ નેપાળ દ્વારા આ માટે ભારત સહિત વિકસિત અને વિકાસશીલ દેશો પાસેથી મદદ સાથે સાથે વળતરની પણ માંગણી કરવામાં આવી હતી. જોકે, આ દાવાને નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા ફગાવી દેવામાં આવ્યું હતું. પરંતુ મૂળ વાત એ છે કે, અત્યારે કાર્બન ઉત્સર્જનનો મુદ્દો વૈશ્વિક કક્ષાએ ચર્ચાનું કેન્દ્ર તો બન્યો છે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને નેપાળની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખતા ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.