Thu Oct 01 2026

Logo

દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ 'હાઈજેક' નહીં તો શું થયું હતું, પ્રવાસીઓએ જણાવી હકીકત?

Dubai   2026-09-30 15:07:57
Author: Mumbai Samachar Team
દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ 'હાઈજેક' નહીં તો શું થયું હતું, પ્રવાસીઓએ જણાવી હકીકત?

પ્રતીકાત્મક તસવીર


દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ એફઝેડ1073 (FZ1073) માં બુધવારે સવારે હવામાં પાયલટો વચ્ચે કથિત ઝઘડા બાદ ખળભળાટ મચી ગયો હતો. વિમાનમાંથી પહેલાં સામાન્ય કટોકટી કોડ 7700 અને ત્યારપછી સંભવિત ગેરકાયદેસર દખલગીરીનો સંકેત આપતો 7500 કોડ મોકલવામાં આવ્યો હતો.

ઇઝરાયલના મીડિયા ‘હાયોમ’ અનુસાર, આ ઘટના અંગેની ચિંતા વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા કરી હતી અને સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી હતી. પરિસ્થિતિને જોતાં ઇઝરાયલી વાયુસેનાના ફાઇટર જેટ વિમાનોને પણ રવાના કરવામાં આવ્યા હતા. બાદમાં વિમાન સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. ફ્લાયદુબઈએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ મુસાફરોને પાછા ઇઝરાયલ પહોંચાડવા માટે કાર્ય કરી રહ્યા છે.

પાયલટો વચ્ચે થઈ અથડામણ, હાઇજેકની આશંકાથી વધી ચિંતા

ધ જેરુસલેમ પોસ્ટ સાથે વાતચીત કરનાર એક ઇઝરાયલી અધિકારીના જણાવ્યા મુજબ, પાયલટો વચ્ચે બનેલી આ ઘટના દરમિયાન વિમાનને હાઇજેક કરવાની અને તેને જમીન સાથે અથડાવી દેવાની આશંકા ઊભી થઈ હતી. અધિકારીએ દાવો કર્યો હતો કે વધારાના ક્રૂ સભ્યો અને વિમાનમાં હાજર કેટલાક ઇઝરાયલી મુસાફરોની મદદથી પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે, ઇઝરાયલી વડાપ્રધાન કાર્યાલયે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને આ કોઈ હાઇજેકિંગની ઘટના નહોતી.

4 હજાર મીટર સુધી નીચે ગયું વિમાન

ઇઝરાયલી અધિકારીને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે પાયલટો વચ્ચેના વિવાદ દરમિયાન વિમાન લગભગ 4,000 મીટરની ઊંચાઈ સુધી નીચે આવી ગયું હતું. આ ઘટનાક્રમે વિમાનમાં સવાર મુસાફરોની સાથે-સાથે ઇઝરાયલમાં પણ ચિંતા વધારી દીધી હતી. ફ્લાઇટ તરફથી ઇમરજન્સી કોડ મળ્યા બાદ, ઇઝરાયલે સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને પોતાના વાયુસેનાના ફાઇટર જેટ વિમાનોને પણ તૈયાર કરી લીધા હતા. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સુરક્ષા અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી.

મુસાફરની માતાએ જણાવી વિમાનની અંદરની આપવીતી

ફ્લાઇટમાં સવાર મિરિયમની માતા યાસ્મિન અબૂ કાસિસે જણાવ્યું હતું કે તેમની પુત્રીએ વિમાનમાં ચીસો પાડવાનો અવાજ સાંભળ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, મિરિયમે કહ્યું કે એક વ્યક્તિએ છરી કાઢી, પાયલટને નીચે પાડી દીધો અને ત્યાં લોહી જોવા મળી રહ્યું હતું. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હાજર પાયલટોમાંથી એક આત્મહત્યા કરવા માંગતો હતો અને જાણીજોઈને વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

ઇઝરાયેલમાં કેટલાક સમય માટે એરસ્પેસ બંધ

ઘટના દરમ્યાન ઇઝરાયેલી એરસ્પેસ કેટલાક સમય માટે બંધ કરવામાં આવ્યું હતું, અને વિમાન સાઉદી અરબમાં સુરક્ષિત રીતે ઉતર્યા બાદ તેને ફરી ખોલી દેવામાં આવ્યું