Thu Jun 25 2026

Logo

પાસપોર્ટ વિવાદ મુદ્દે રાજકારણ ગરમાયું, ઓવૈસીએ કહ્યું સરકાર કાલે કહેશે તમે નાગરિક નથી

2026-06-25 18:37:35
Author: Chandrakant Kanoja
Article Image

હૈદરાબાદ : ભારતના વિદેશ મંત્રાલયના પાસપોર્ટ માત્ર મુસાફરી માટેનો દસ્તાવેજ હોવાના નિવેદેને રાજકીય વિવાદ સર્જયો છે. આ અંગે એઆઇએમઆઇએમના વડા અને સાંસદ  અસદુદ્દીન ઓવૈસીએ આ મુદ્દા પર કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે કાલે તો સરકાર કહેશે તમે નાગરિક પણ નથી.

નાગરિકતા સાબિત કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર 

તેલંગાણામાં એસઆઇઆર  પાસપોર્ટ અને ભારતની વિદેશ નીતિ અંગે આયોજિત એક પત્રકાર પરિષદમાં અસદુદ્દીન ઓવૈસીએ પૂછ્યું કે, જો પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ નાગરિકતાના દસ્તાવેજો નથી તો નાગરિકતા સાબિત કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર છે. 

ભારતીય પાસપોર્ટ અધિનિયમને ટાંકીને પ્રશ્ન પૂછ્યો 

તેમણે ભારતીય પાસપોર્ટ અધિનિયમ, 1967 ના એક વિભાગને ટાંકીને  દાવો કર્યો, કે પાસપોર્ટ અધિનિયમ જણાવે છે કે જે ભારતીય નાગરિક નથી તેને પાસપોર્ટ ઇસ્યુ કરવામા નહીં આવે.તો પછી તમારે  હવે વધુ કયા પુરાવાની જરૂર છે. 

પાસપોર્ટ ફક્ત  મુસાફરી માટેનો  દસ્તાવેજ

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર વિવાદ  પાસપોર્ટ સેવા દિવસ પ્રસંગે વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે પાસપોર્ટ ફક્ત મુસાફરી માટેનો  દસ્તાવેજ છે અને તેને નાગરિકતાનો પુરાવો ગણી શકાય નહીં.તેમજ 
એક ઉદાહરણ આપતા અધિકારીએ નોંધ્યું હતું કે પાસપોર્ટ ધારક ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કલ્યાણકારી યોજનાઓના લાભો મેળવવાનો હકદાર બનાવતો નથી.

બિન-નાગરિકોને પીળો કે ઓળખ પત્ર ઇસ્યુ કરી શકાય

વાસ્તવમાં  પાસપોર્ટ અધિનિયમ, 1967 હેઠળ, તકનીકી રીતે પાસપોર્ટ બિન-નાગરિકોને પીળો કે ઓળખ પત્ર ઇસ્યુ કરી શકાય છે