ઇસ્લામાબાદઃ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ મધ્યપૂર્વમાં તો અસર દેખાડી રહ્યું છે. પરંતુ હવે આ યુદ્ધની અસર દક્ષિણ એશિયામાં પણ વર્તાવવા લાગી છે. ખાસ કરીને વાત કરવામાં પોતાની નાપાક હરકતો માટે જાણીતું પાકિસ્તાન પણ હવે આ યુદ્ધમાં સામેલ થશે તેવાં એંધાર્ણ છે. પાકિસ્તાન દ્વારા પહેલી વખત એવો સંકેત આપવામાં આવ્યો છે કે, ઈરાન અને ઇઝરાયલના યુદ્ધમાં સામેલ થઈ શકે છે. આખરે શા માટે પાકિસ્તાન આ યુદ્ધમાં સામેલ થવા માંગે છે? શું આ કોઈ પાકિસ્તાનની ચાલ છે કે પછી મજબૂરીના કારણે આ યુદ્ધમાં પોતાનું નુકસાન કરવા માટે જઈ રહ્યું છે.
દ્વિપક્ષીય સંરક્ષણ કરાર પાકિસ્તાની મુશ્કેલી વધારશે
આનું મુખ્ય કારણ સાઉદી અરેબિયા સાથે થયેલો દ્વિપક્ષીય સંરક્ષણ કરાર છે. જી હા, થાડા સમય પહેલા સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે એક સંરક્ષણ કરાર થયો હતો. જેમાં કોઈ પણ એક દેશ પર થયેલો હુમલો બંને દેશો પર થયેલા હુમલા સમાન ગણાશે અને બંને દેશો સાથે મળીને તેનો જવાબ આપશે તેવો કરાર કરવામાં આવ્યો હતો. જેથી પાકિસ્તાને હવે મજબૂરીમાં સાઉદી અરેબિયાનો સાથ આપવો પડી શકે છે.
نائب رئيس الوزراء وزير الخارجية الباكستاني "إسحاق دار":
— The Saudi Post (@TheSaudi_post) March 3, 2026
تحرّكنا فورًا بموجب اتفاقية الدفاع مع السعودية، وتواصلنا مع إيران، حيث طلبت ضمانات بعدم استخدام الأراضي السعودية ضدها، وقد جرى تأمين هذه الضمانات وإبلاغها بها pic.twitter.com/57es4hHw4m
પાકિસ્તાની વિદેશ પ્રધાને ઈરાનને ધમકી આપી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે તેમના ઇરાની સમકક્ષને સાઉદી અરેબિયા પર મિસાઇલ કે ડ્રોન હુમલા ન કરવા સ્પષ્ટ ચેતવણી આપી છે. વધુમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારના કહ્યા પ્રમાણે સાઉદી અરેબિયા સાથે તેમનો સંરક્ષણ કરાર હોવાનું કહીને ઈરાનને ધમકી આપી છે. ડારનો દાવો છે કે પાકિસ્તાન સાથેના સંરક્ષણ કરારને કારણે સાઉદી અરેબિયા પર હુમલા ઓછા થયા છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ઈરાને પણ એક શરત રાખી છે કે, સાઉદીની જમીનનો ઉપયોગ તેની વિરુદ્ધ ન થવો જોઈએ. બાકી ઈરાન સાઉદી પર પણ હુમલો કરશે. તેવામાં હવે પાકિસ્તાન મેદાને આવ્યું છે. મધ્યપૂર્વના વિવાદમાં પાકિસ્તાન હવે કૂદવા માંગે છે. જે તેના માટે મોંઘુ સાબિત થઈ શકે તેમ છે.