Fri May 01 2026

Logo

પાકિસ્તાની સેનાએ બલુચિસ્તાનમાં બે ઓપરેશનમાં 15 આતંકીઓને ઠાર માર્યા...

balochistan   2026-03-07 16:34:11
Author: Chandrakant Kanoja
Article Image

Reuters


બલુચિસ્તાન : પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સતત ચાલી રહેલા આંતરિક સંઘર્ષ વચ્ચે સુરક્ષા દળોએ બે અલગ-અલગ ઓપરેશનમાં 15 આતંકીઓને  ઠાર માર્યા છે. પાકિસ્તાની સેનાની મીડિયા શાખા ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી.  સેનાએ જણાવ્યું હતું કે ગુરુવારે આતંકવાદીઓની અંગે ગુપ્ત માહિતી મળી હતી. તેની બાદ  પાકિસ્તાની સેનાએ ઓપરેશન શરૂ કર્યું હતું

સૈનિકોએ આતંકી ઠેકાણા પર અસરકારક રીતે હુમલો કર્યો

પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે ઓપરેશન દરમિયાન, સૈનિકોએ આતંકી ઠેકાણા પર અસરકારક રીતે હુમલો કર્યો અને ભીષણ ગોળીબાર પછી 12 આતંકવાદીઓને મારી નાખ્યા હતા. આતંકવાદીઓ પાસેથી શસ્ત્રોનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. સેનાએ પ્રથમ ઓપરેશન બલુચિસ્તાન પ્રાંતના હરનાઈ જિલ્લામાં પહેલું ઓપરેશન હાથ ધર્યું હતું.  વર્ષ 2024 માં પાકિસ્તાન સરકારે પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન ને "ફિત્ના અલ-ખવરીજ" તરીકે સૂચિત કર્યું છે.  જે શબ્દ અગાઉના ઇસ્લામિક ઇતિહાસ ધરાવતા જૂથનો ઉલ્લેખ કરે છે જે હિંસામાં સામેલ હતો.

આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા

આ દરમિયાન બલુચિસ્તાનના બાસિમા જિલ્લામાં ગુપ્તચર  માહિતીના આધારે અન્ય એક કાર્યવાહીમાં સુરક્ષા દળોએ આતંકી વિરુદ્ધ મિશ્ર-કેલિબર હથિયારોનો ઉપયોગ કરીને તેમની સાથે અસરકારક રીતે કાર્યવાહી કરી. સેનાએ જણાવ્યું હતું કે  ગોળીબાર પછી બીજા ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બલુચિસ્તાનમાં આતંકવાદી સંગઠનો ખૂબ સક્રિય છે. આતંકવાદીઓ ઘણીવાર સુરક્ષા દળો અને સરકારી માળખાને નિશાન બનાવે છે. પાકિસ્તાન સરકાર આ હુમલાઓ માટે બલુચ લિબરેશન આર્મી અને TTP ને જવાબદાર ગણાવે છે.