Wed Jul 29 2026

Logo

મહારાષ્ટ્રના ૨૩ લાખ ખેડૂતો માટે ખુશખબર: જૂની પાક વીમા નીતિ જ ચાલુ રહેશે, કૃષિ પ્રધાનની જાહેરાત

2026-07-29 20:31:28
Author: Mumbai Samachar Team
Article Image

Chatgpt Generated Image


મુંબઈઃ પાક વીમા નીતિમાં કોઈ ફેરફાર કરાયો નથી અને જૂની નીતિ જ ચાલુ રહેશે. રાજ્યના ૩૧ લાખ પ્રોત્સાહક અનુદાન લાભાર્થીઓમાંથી ૧૭ લાખ લોકોને દેવામાફી અપાઈ રહી છે અને ૫ લાખ લોકોનું કેવાયસી પૂર્ણ થઈ ગયું હોવાથી નાણાં ચૂકવવામાં કોઈ અડચણ નહીં આવે.

રાજ્યના ૨૩ લાખ ખેડૂતોની પ્રોત્સાહક યાદી છે. તેથી જરાય ચિંતા કરશો નહીં. રકમ ઓછી આવી હોય તો પણ બાકીની રકમ રાષ્ટ્રીયકૃત બેંક ચૂકવશે, તેથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, એમ રાજ્યના કૃષિ પ્રધાન દત્તાત્રય ભરણેએ જણાવ્યું હતું.

ખાતર બાબતે ડરવાની જરૂર નથી

છત્રપતિ શિવાજી મહારાજ યોજના હેઠળ બાકી રહી ગયેલા ખેડૂતોને રકમ આપવામાં આવશે. જેમાં પાત્ર ખેડૂતોને તેમની રકમ મળશે. આ ઉપરાંત ખાંડના ભાવમાં વધારો થયો છે, જેનો લાભ ખેડૂતોને ચોક્કસપણે થશે. 

આ વખતે મરાઠવાડામાં પડ્યો ઓછો વરસાદ

મરાઠવાડામાં ઓછો વરસાદ પડી રહ્યો છે અને અત્યાર સુધી મરાઠવાડા વિભાગમાં ૭૭ ટકા વરસાદ પડ્યો છે, જ્યારે કોંકણમાં વરસાદ વધારે છે. કોંકણમાં ૮૪ ટકાથી વધુ વાવણી થઈ ગઈ છે, તો બીજી તરફ અમરાવતીમાં ૯૨ ટકા વાવણી થઈ છે અને થાણે જિલ્લામાં સૌથી ઓછી વાવણી નોંધાઈ છે. 

મકાઈ અને સૂર્યમુખીના પાકની વાવણી વધુ

આ વર્ષે મકાઈ અને સૂર્યમુખીના પાકની વાવણી વધુ થઈ છે, જે ૪૫ લાખ ૧૦ હજાર હેક્ટરમાં થઈ છે. સોયાબીનની વાવણી અંગે ૨૪ હજાર હેક્ટર માટે ફરિયાદો આવી છે. રાજ્યમાં માગ મુજબ ખાતરનો સ્ટોક ઉપલબ્ધ છે, તેથી ખાતર બાબતે ડરવાની કોઈ જરૂર નથી, તેમ કૃષિપ્રધાન દત્તાત્રય ભરણે જણાવ્યું હતું.
  
રાજ્યમાં સરેરાશ ૮૪ ટકા વાવણી

​આજે રાજ્યમાં બધે જ સારો એવો વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને ડેમોના પાણીના સ્તરમાં વધારો થઈ રહ્યો છે. ફક્ત મરાઠવાડામાં વરસાદ ઓછો છે, પરંતુ આવનારા દિવસોમાં ત્યાં પણ વરસાદનું અનુમાન છે. કોંકણમાં ૧૧૧ ટકા, નાશિકમાં ૮૩, પુણેમાં ૮૭, મરાઠવાડામાં ૭૭ અને વિદર્ભમાં ૭૩ ટકા પાણીનો સંગ્રહ છે, જ્યારે રાજ્યમાં સરેરાશ ૯૪ ટકા વરસાદ થયો છે. 

રાજ્યમાં ૪૫ લાખ હેક્ટરમાં વાવણી પૂર્ણ

રાજ્યમાં સરેરાશ ૮૪ ટકા વાવણી થઈ ગઈ છે. અમરાવતીમાં ૯૨ ટકા જ્યારે સૌથી ઓછી વાવણી થાણે જિલ્લામાં થઈ છે. રાજ્યમાં મકાઈ અને સૂર્યમુખીની વાવણી સૌથી વધુ છે. રાજ્યમાં ૪૫ લાખ હેક્ટરમાં વાવણી પૂર્ણ થઈ હોવાની માહિતી કૃષિપ્રધાન દત્તાત્રય ભરણે આપી હતી.