નવી દિલ્હીઃ નીટનું પેપર લીક થયું તે પછી દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયાં. ખાસ કરીને નવી દિલ્હીમાં જંતર મંતર પર પ્રદર્શન થયું તેમાં હિંસા પણ થઈ હતી. જેની અનેક તસવીરો વાયરલ થઈ રહી છે. પ્રદર્શનકારીઓ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરી રહ્યાં છે. પરંતુ તેવામાં ધર્મેન્દ્ર પ્રધાનને બચાવવા માટે બીજો એક રસ્તો શોધી કાઢ્યો છે. પેપર લીક અને પરીક્ષા વિવાદો વચ્ચે કેન્દ્ર સરકારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પદ પર જાળવી રાખીને ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોશીની બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોશીની બદલી કરવામાં આવી તેના કારણે પણ વિવાદ સર્જાયો છે. વિપક્ષ અને આંદોલનકારીઓનો આક્ષેપ છે કે, ધર્મેન્દ્ર પ્રધાનને બચાવવા માટે સરકારે વિનીત જોશીને બલિનો બકરો બનાવ્યા છે. તેઓને કહેવું છે કે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સિવાય આંદોલન સમાપ્ત થવાનું નથી.
શું સરકારના આ નિર્ણયના કારણે પ્રદર્શન બંધ થશે?
કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ પદેથી વિનીત જોશીને હટાવીને તેમની જગ્યાએ પંચાયતી રાજ મંત્રાલય સાથે સંકળાયેલા તેમજ અન્ય વરિષ્ઠ આઈએએસ અધિકારી નરેશ પાલ ગંગવારની નિયુક્તિ કરવામાં આવી છે. પરંતુ પશ્ન હજી પણ એ છે કે, સરકારના આ નિર્ણયના કારણે પ્રદર્શન બંધ થશે? જંતર મંતર પર પ્રદર્શન કરી રહેલા લોકો સરકારના આ નિર્ણયથી નાખુશ તેવા પણ અહેવાલો મલ્યાં છે.
સરકારે જવાબદારીઓમાંથી છટકવાનો પ્રયાસ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દોષિતો સામે કડક કાર્યવાહી માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની રચના કરવાની જાહેર કરી હતી. પરંતુ મૂળ વાત એ છે કે, વિપક્ષી નેતાઓ અને વિદ્યાર્થી સંગઠનોનું માનવું છે કે જંતર-મંતર અને સંસદમાં શિક્ષણ પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગ ચાલી રહી છે, ત્યારે વહીવટી વડાની બદલી કરીને સરકારે જવાબદારીઓમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હોવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે.