Thu Apr 30 2026

Logo

‘શેન વોર્નને પણ સંઘર્ષ કરવો પડ્યો હોત!’ IPLની પીચો અંગે મુરલીધરનની નારજગી, જાણો શું કહ્યું

2026-04-30 13:07:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026માં ગઈ કાલે વધુ એક હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી, મુંબઈ ઇન્ડિયન્સ(MI)એ આપેલો 243નો ટાર્ગેટ સનરાઈઝાર્સ હૈદરાબાદ(SRH)એ 8 બોલ બાકી રહેતા ચેઝ કર્યો, IPLની આ સિઝનમાં ઘણીવાર 200થી વધુ રન ચેઝ થઇ ચુક્યા છે, આવી મેચોમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળતો હોય છે, જેને કારણે દર્શકોનું ભરપુર મનોરંજન થાય છે. એવામાં સ્પિન-બોલિંગ કોચ મુથૈયા મુરલીધરને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.

એક ઈન્ટરવ્યું દરમિયાન શ્રીલંકન પુરુષ ક્રિકેટ ટીમના મહાન ભૂતપૂર્વ સ્પિનર મુથૈયા મુરલીધરને કહ્યું કે IPLની કમાર્શિયલ અને એન્ટરટેનમેન્ટની જરૂર મુજબ પીચ બનવવામાં આવે છે, એવામાં બોલર્સને મહત્વ નથી આપવામાં આવી રહ્યું. દર્શકો દરેક બોલ પર ચોગ્ગા કે છગ્ગા જોવા ઈચ્છે, બોલર્સને ફેયર પીચ નથી મળી રહી.  

મુરલીધરને કહ્યું છે કે આજકાલ ક્રિકેટ એટલું બદલાઈ ગયું છે કે બધું જ બેટર્સની તરફેણમાં છે, તેમને કે સ્વર્ગસ્થ શેન વોર્નને પણ સંઘર્ષ કરવો પડ્યો હોત. 

ટુર્નામેન્ટ બેટર્સ માટે ડીઝાઇન કરવામાં આવી:
IPLમાં બેટ અને બોલ વચ્ચે બેલેન્સ અંગે સવાલ પૂછવામાં આવતા મુરલીધરને કહ્યું, "મને લાગે છે કે જો બોલરો માટે યોગ્ય પીચ આપવા આવે, તો દર્શકો કહેશે કે મેચ કંટાળાજનક છે, કારણ કે T20ના દર્શકો ઈચ્છે છે કે દરેક બોલ પર ચોગ્ગા અને છગ્ગા જોવા મળે. તેથી જ ટુર્નામેન્ટ આ રીતે ડિઝાઇન કરવામાં આવી છે.”

બેટર્સને તરફેણમાં સ્થિતિને અંગે નારજગી વ્યક્ત કરતા મુરલીધરને કહ્યું, “એક વધારાનો ખેલાડી આવે છે અને બેટિંગ કરે છે (ઈમ્પેક્ટ પ્લેયર). હાલ IPL એક મોટો બિઝનેસ છે, સ્પોન્સર્સ અને અન્ય ઘણું બધું, તેથી તમે ફેયર પીચ આપો તો સ્પોન્સર્સ અને દર્શકોનો રસ નહીં રમે.” 

હવે ગેમ બદલાઈ ગઈ છે?
મુરલીધરને કહ્યું બોલરોએ સ્થિતિ સ્વીકારી લેવી પડશે. તેમણે કહ્યું, "મને લાગે છે કે સ્થિતિ આવી જ રહેશે. બોલરો તેની સાથે ટેવાઈ જશે, તેમાં થોડો સમય લાગશે."

મુરલીધરને કહ્યું, "આ સ્થિતિ બોલર માટે આ ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આજકાલ દરેક ટીમમાં એક એવી  ઓપનિંગ જોડી છે, જે બોલ અંદર આવે કે બહાર આવે તની કોઈ પરવા કરતી નથી. જ્યારે અમે રમતા હતા, ત્યારે છ ઓવરમાં એક વિકેટ ગુમાવીને લગભગ 40 થી 50 રન સારો સ્કોર ગણાતો હતો, હવે છ ઓવરમાં સરેરાશ 70 થી 80ની છે." 


નવો છોકરો પણ બુમરાહને છગ્ગો ફટકારે છે:
બુધવારની મેચમાં વિશ્વના સૌથી ઘાતક ફાસ્ટ બોલરમાંના એક જસપ્રીત બુમરાહની પણ ખુબ પીટાઈ થઇ, તેણે ચાર ઓવર ફેંકી અને 54 રન આપ્યા પણ એક પણ વિકેટ ન લઇ શક્યો. 

મુરલીએ બુમરાહનો કરતા કહ્યું, "એક સારો બોલર પણ છગ્ગો ખાય છે. અભિષેક છગ્ગો ફટકારે છે, તે સ્વીકારી શકાય, પરંતુ જ્યારે એક નવો છોકરો સલિલ અરોરા બુમરાહને છગ્ગો ફટકારે છે, એ અવિશ્વસનીય છે. એક નાનો છોકરો છગ્ગો ફટકારશે તો બુમરાહ જેવી ક્ષમતા ધરાવતો બોલર વિચારશે કે તે કેવી રીતે ટકી શકાશે."

બોલર્સ માટે કહેવા માટે ખાસ કઈ નથી:
IPLમાં જોવા મળી રહેલી આક્રામક બેટિંગ સ્ટાઈલ અંગે મુર્લીધરને કહ્યું, "આજકલ હું છગ્ગો કેવી રીતે ફટકારીશ, માત્ર એ જ અભિગમ રહે છે. આત્મવિશ્વાસનું સ્તર વધ્યું છે કારણ કે ખેલાડીઓએ સાબિત કરી બતાવ્યું છે કે રમત રમવાની આધુનિક આ જ રીત છે, અને યુવાનો તેને અનુસરી રહ્યા છે.”
મુરલીધરને કહ્યું, "તેથી, બોલરો માટે, કહેવા માટે ખાસ કઈ નથી;  બોલર્સે ખૂબ પ્રેક્ટિસ કરવી પડશે અને શક્ય તેટલી સચોટ બોલિંગ કરવી પડશે.”