Thu Apr 30 2026

Logo

રણવીરસિંહની 16 વર્ષની કેરિયરમાં કેટલી સુપરહીટ ફિલ્મ આપી, જાણો 'ધુરંધર'માં કેટલી ફી લીધી?

2026-04-29 19:51:36
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ફિલ્મ 'ધુરંધર' ફેઈમ રણવીરસિંહની એક્ટિંગ અને એક્શનસીનના ફેન્સ જોરશોરથી વખાણ કરી રહ્યા છે. પાત્રમાં જીવ રેડી દેનાર રણવીરસિંહની ફિલ્મી કેરિયરથી અને સ્ટ્રગલથી ઘણાય ફેન્સને ખરી પ્રેરણા મળી રહી છે તો બીજી તરફ 'ધુરંધર' ફિલ્મના કો-સ્ટાર પણ એમના કામ બદલ એની પીઠ થાબડી રહ્યા છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, ફિલ્મ હિટ અને ફ્લોપ થવા છતાં એની સ્ટાર વેલ્યુ સતત વધતી ગઈ છે.

રોલરકોસ્ટર રાઈડ જેવી કેરિયર
રણવીરસિંહની ફિલ્મી કેરિયર રોલરકોસ્ટર રાઈડ જેવી રહી છે. વર્ષ 2010માં નાના બજેટની ફિલ્મમાંથી ડેબ્યૂ કરીને આજે કરોડોનું બજેટ ધરાવતી ફિલ્મ સાઈન કરી રહ્યો છે. એમના 16 વર્ષના ફિલ્મી કેરિયર ગ્રાફ પર નજર કરવામાં આવે તો સફળતા અને નિષ્ફળતા એમ બન્નેને સરળતાથી જોઈ શકાય છે. સારી વાત એ પણ છે કે, આટલા ઊતાર ચઢાવ હોવા છતાં એની સ્ટારવેલ્યું સતત વધી છે. 'ધુરંધર' ફ્રેન્ચાઈઝીની સફળતા બાદ એમની ફીમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. શરૂઆતના દિવસો કરતા અત્યારે દમદાર ફી મળી રહી છે. બોક્સ ઓફિસ પર એની સફર જેટલી ચર્ચામાં રહી એની કમાણી પણ હવે એટલી જ ચર્ચામાં છે. 

નાના બજેટથી શરૂઆત
વર્ષ 2010માં 'બેંડ બાજા બારાત'થી રણવીરસિંહની ફિલ્મી કેરિયર શરૂ થઈ હતી. આ કોઈ મોટી ફિલ્મ ન હતી અને આ ફિલ્મનું બજેટ પણ એટલું ન હતું. બોક્સ ઓફિસ પર ઠીકઠાક ચાલેલી ફિલ્મથી રણવીરને બિગ સ્ક્રિન મળી.બોલિવૂડમાં એક મજબૂત એન્ટ્રી કર્યા પછી ધીમે ધીમે એમની કેરિયર આગળ વધી હતી. એ પછી આવેલી ફિલ્મ 'લેડીઝ વર્સેઝ રિકી બહલ', 'લૂટેરા'જેવી ફિલ્મ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. એ પછી આવેલી 'રામલીલા' જેટલી વિવાદમાં રહી એના કરતા વધારે રણવીરના સ્ટાર્સ ચમક્યા. એ પછી આવેલી હિટ ફિલ્મ 'ગુંડે'માં રણવીરસિંહ આખી ફિલ્મની ક્રેડિટ લઈ ગયો એમ કહીએ તો પણ ખોટું નથી. 

સ્ટારનું લેબર અહીંથી મળ્યું
'દિલ ધડકને દો' અને 'બાજીરાવ મસ્તાની' જેવી ફિલ્મોથી ફરીવાર એ સ્ટાર બન્યો. આઈકોનિક લૂક અને અવાજમાં દમથી ડાયલોગ્સ બોલીને દિલ જીતવામાં સફળતા મળી. 'બાજીરાવ મસ્તાની' ફિલ્મમાં એની એક્ટિંગનું એક અલગ લેવલ જોવા મળ્યું. 'સિંબા' જેવી ફિલ્મમાં એની એક્ટિંગ કોમેડીની સાથે એક્શનથી ભરપૂર અને ઈમ્પેક્ટફૂલ રહી.'બાજીરાવ મસ્તાની'થી એને સ્ટારનું લેબલ મળ્યું અને સ્ક્રિન પર એ છવાઈ ગયો. 'પદ્માવત' ફિલ્મ એનું ફિલ્મ કરિયર બદલવામાં સુપરડુપર સાબિત થઈ. ફિલ્મ તો બ્લોકબસ્ટર સાબિત થઈ પણ અહીંથી એનો ગોલ્ડન ટાઈમ શરૂ થયો. 'સિમ્બા'માં પાત્ર ફની હતુ પણ સ્ટોરીમાં એ ફીટ થતો હતો. 

પૈસા વસુલ ફિલ્મ હતી
એ વચ્ચે આવેલી 'ગલ્લીબોય' એક રેપરની સ્ટોરીને ન્યાય આપવામાં પણ એ સફળ રહ્યો. ફિલ્મ હીટ અને પૈસા વસુલ રહી.આ પછી રણવીરસિંહ બોલિવૂડના ટોપ ગણાતા કલાકારોની અંદર ગણાવવા લાગ્યો. એનર્જીનું પાવરહાઉસ અને એક્ટિંગનો એવરગ્રીન બોય બન્યા બાદ અલગ ઝોનની ફિલ્મ સાઈન કરવામાં પણ એનર્જીનું સાહસ કામ કરી ગયું. 'ધુરંધર' ફિલ્મ એમને એક અલગ ઝોનમાં લઈ ગઈ. મસાલા ફિલ્મથી લઈને કોમેડી સુધી અને લીડ એક્ટરથી લઈને સ્પાય સુધીના પાત્રોથી એની સિનેમાની સફરમાં બારીકી પર કરેલું કામ દેખાઈ રહ્યું છે. આ જ કારણ છે કે, એમનો હાલનો સમય સૌથી સારો અને મજબૂત મનાય રહ્યો છે. 

ખરાબ રીતે પીટાઈ ગઈ હતી
ફિલ્મ '83' ખરાબ રીતે પીટાઈ જતા નિરાશ થવાના બદલે અલગ સ્ક્રિપ્ટ અને એંગલથી વિચારવાનું શરૂ કર્યું. આ ફિલ્મનું બજેટ મોટું હતું પણ કમાણીના મામલે ફિલ્મ ચાલી નહીં. 'જયેશભાઈ જોરદાર' જેવી અલગ ફ્લેવર અને બોલીની ફિલ્મ પણ કંઈ કમાઈ શકી નહીં તો 'સર્કસ' તો સાવ બકવાસ સાબિત થઈ હતી. એ સમયે સ્ટારડમ ડાઉનફેસમાં હતું, ઓપનિંગ ખોટ ખાવા બરોબર હતી.'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'થી એક નવી દિશા મળી અને દમદાર કમબેક પણ મળ્યું. એ પછી આવેલી ફિલ્મ 'ધુરંધર' એ એના કેરિયર ગ્રાફને આસમાની ઊંચાઈ આપી દીધી. બોક્સ ઓફિસ પર આવકની સુનામી આવી અને ઓલટાઈમ હિટ સાબિત થઈ. બે ભાગમાં આવેલી ફિલ્મનો બીજોભાગ પણ એટલો જ દમદાર રહ્યો. સામાન્ય રીતે બોલિવૂડની ફિલ્મનો બીજો ભાગ કે સિક્વલ સીરિઝ બહું ચાલતી નથી. 

4 ફિલ્મ સુપરહિટ પણ પહેલી કમાણીની રકમ નાની
'પદ્માવત','સિમ્બા','ધુરંધર' અને 'ધુરંધર-ધી રીવેન્જ' ચાર બ્લોકબસ્ટર ફિલ્મથી ટોપના એક્ટરમાં એમનું સ્થાન કાયમ થયું સાથે ફીમાં પણ વધારો કર્યો. રણવીરનો ફિલ્મ કેરિયર ગ્રાફ હાર્ટબિટ માટેના કાર્ડિયોગ્રામ જેવો રહ્યો છે. ન એવરેજ ન સતત સુપરહિટ. પણ જ્યારે એના એનર્જી લેવલની વાત આવે ત્યારે એના જેવો પાવરહાઉસ એક્ટર મળવો મુશ્કેલ છે. જ્યારે ફિલ્મનું બજેટ સીમિત હોય ત્યારે સીમિત રકમ પર કામ કરીને કેરિયરનું રોલિંગ કર્યું પણ અત્યારે એની ફીમાં તોતિંગ વધારો થયો છે. ડેબ્યૂ ફિલ્મ વખતે આશરે 15 લાખ મળ્યા હતા પણ 'ધુરંધર' ફિલ્મમાં આશરે 50 કરોડ રૂપિયા ફી લીધી હોવાનું જાણવા મળ્યું છે. 16 વર્ષની કેરિયરમાં રણવીરસિંહના દરેક અવતાર લોકોને પસંદ આવ્યા છે. એ દિવસ દૂર નથી કે તે સૌથી વધારે ફી લેતા કલાકારોમાં સામેલ થઈ જશે.