Thu Apr 30 2026

Logo

રોહિત શર્માનો ગુરુવારે જન્મદિન, દોસ્તોને તેણે કહી દીધું છે કે...

2026-04-29 22:16:47
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ `હિટમૅન' રોહિત શર્માનો ગુરુવાર, 30મી એપ્રિલે 39મો જન્મદિન છે અને તે મુંબઈ ઇન્ડિયન્સના આ સીઝનમાં એકંદરે નબળા પર્ફોર્મન્સને લીધે નિરાશ છે, પણ ગુરુવારે તે પરિવાર સાથે તેમ જ મિત્રો સાથે બર્થ-ડે જરૂર ઉજવશે અને એ વિશે તેના જ એક સાથી-ખેલાડીએ રોહિત (Rohit)ની `સૂચના'ની વાત એક મુલાકાતમાં કરી છે.

પાલઘરમાં રહેતો ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુર હાલમાં રોહિત સાથે મુંબઈ ઇન્ડિયન્સ વતી આઇપીએલમાં રમી રહ્યો છે. ગુરુવારે રોહિતના બર્થ-ડે (Birthday)ના દિવસે શાર્દુલ તેના આ ખાસ મિત્રના મોં પર કેક ચોપડી દેવા માગે છે.

શાર્દુલે એક મુલાકાતમાં કહ્યું છે, `રોહિતે તો અમને બધાને સૂચના આપી દીધી છે કે જન્મદિવસે તેના મોઢા પર કેક નહીં ચોપડી દેતા. જોકે હું તો ખાસ કહીશ કે એ ઘડી આવે એની રાહ જોઉં છું. હું તેના મોં પર કેક લગાડવાનો જ છું.'

રોહિત ગુરુનાથ શર્માનો જન્મદિન 1987ની 30મી એપ્રિલે નાગપુરમાં થયો હતો. તે ભારત વતી 500 જેટલી મૅચ રમ્યો છે અને એમાં તેણે કુલ 20,000-પ્લસ રન કર્યા છે.