બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુમાં હોસ્પિટલની દિવાલ ધરાશાયી થવાથી સાત લોકોના મોત થયા છે. તેમજ આઠ લોકો ઘાયલ થયા છે.તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ લેડી કર્ઝન હોસ્પિટલ નજીક કમ્પાઉન્ડ દિવાલ ધરાશાયી થઇ હતી.
લોકોએ ભારે વરસાદ અને પવનથી બચવા દિવાલ પાસે આશરો લીધો હતો
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માત બોરિંગ અને લેડી કર્ઝન હોસ્પિટલમાં થયો હતો. જેમાં અમુક લોકોએ ભારે વરસાદ અને પવનથી બચવા માટે દિવાલ પાસે આશરો લીધો હતો. તેમજ આ દિવાલ અચાનક ઘરાશાયી થતાં તેની નીચે દબાતા તેમાં સાત લોકોના મોત થયા છે. માર્યા ગયેલામાં મોટા ભાગના ફેરિયાઓ હતા. તેમજ આ દુર્ઘટનાની માહિતી મળતા જ બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ સ્થાનિક રહેવાસીઓની મદદથી કાટમાળ દૂર કરવામાં આવ્યો હતો.
Rain turns deadly in Bengaluru. 7 killed.
— Harish Upadhya (@harishupadhya) April 29, 2026
At least 7 people, including two children, killed after a compound wall near Bowring Hospital collapsed around 6 PM.
Victims were pedestrians and vendors taking shelter from the rain.#BengaluruRains pic.twitter.com/FVlvPfs2Uy
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અકસ્માત સ્થળની મુલાકાત લીધી
આ દુર્ઘટનાની જાણ થતાં જ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે પણ મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયે સાત લોકોના મોતની પુષ્ટિ કરી છે.મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને રૂપિયા 5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. તેમજ આ ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા છે.