Tue Oct 06 2026

Logo

પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર સલમાન અઝહરનું શંકાસ્પદ મોત

karachi   2026-04-29 21:17:50
Author: Mumbai Samachar Team
પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર સલમાન અઝહરનું શંકાસ્પદ મોત

SALMAN AZHAR JAISH AE MOHMMAD


કરાંચીઃ આતંકવાદીઓ માટે કાયમી ધોરણે રેડકાર્પેટ પાથરતા પાકિસ્તાનમાં ફરી એકવાર અજાણ્યા વ્યક્તિનો મામલો સામે આવ્યો છે. ભારત સહિત દુનિયાભરના મોસ્ટ વોન્ટેડ આતંકીઓનો અડ્ડો પાકિસ્તાનમાં છે. પણ છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓ પણ ખૌફમાં છે. ફરી આતંકીની શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે. જૈશ એ મોહમ્મદના ટોચના આતંકી કમાન્ડર મૌલાના સલમાન અઝહરની બહાવલપુરમાં શંકાસ્પદ સ્થિતિમાં મોત થઈ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોઈ અજાણ્યા વાહને એમને ટક્કર મારતા મૃત્યુ થયું છે.  

વાહનની ટક્કરથી મોત
બહાવલપુરમાં જૈશ એ મહોમ્મદના આતંકીની શંકાસ્પદ સ્થિતિમાં મોત થતા ખળભળાટ મચી ગયો છે. જૈશ એ મોહમ્મદનો ટોપનો કમાન્ડર આંતકી મૌલાના સલમાન અઝહરની બહાવલપુરમાં શંકાસ્પદ મોત થઈ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોઈ અજાણ્યા વાહને એમને ટક્કર મારતા એમનું મૃત્યુ થયું છે. એમની મોતથી જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠનને મોટો ફટકો પડ્યો છે. આ આતંકી ભારત વિરોધી કાવતરા ઘડવામાં માસ્ટરમાઈન્ડ હતો. આ પહેલા જૈશનો કમાન્ડર અબ્દુલ અઝીજ એસારનું પાકિસ્તાનના પંજાબ જિલ્લામાં રહસ્યમય સ્થિતિમાં મોત થયું હતું. સલમાન અઝહરના અંતિમ સંસ્કાર માર્કઝ બહાવલપુરમાં કરવામાં આવ્યા હતા. 

મોત અંગે રહસ્ય
અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા પણ થયા હતા. ભારતની વિરૂદ્ધમાં અનેક આતંકવાદી પ્રવૃતિના કાવતરા કરવામાં આ વ્યક્તિનો મોટો હાથ હોવાનું સામે આવ્યું છે.સલમાન જૈશ એ મોહમ્મદના ટોચના સ્ટ્રેટજિસ્ટમાંથી એક હતો. ગત વર્ષે જૂન મહિનામાં જૈશ એ મોહમ્મદના ટોચના કમાન્ડર અબ્દુલ અઝીજ એસારની મોતના સમાચાર અનેક મીડિયામાં પણ પ્રસારિત થયા હતા.તે ભારતમાં થયેલા કેટલાક આતંકવાદી હુમલાઓમાં માસ્ટમાઈન્ડ હતો.