Thu Apr 30 2026

Logo

જયા બચ્ચનને સંસદ સભ્ય તરીકે કેટલી મળે છે સેલેરી? આંકડો જાણીને ચોંકી ઉઠશો...

2026-04-29 20:35:25
Author: Darshna Visaria
Article Image

બોલીવૂડના અનેક સ્ટાર્સ એક્ટિંગની સાથે સાથે પોલિટીક્સમાં પણ એક્ટિવ છે એમાંથી જ એક એટલે દિગ્ગજ અદાકારા જયા બચ્ચનય જયા બચ્ચન એક એક્ટ્રેસ હોવાની સાથે સાથે રાજકારણી પણ છે. તેઓ રાજ્યસભાના સાંસદ છે. 2004થી જયા બચ્ચન સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ છે. આ માટે જયા બચ્ચનને સરકાર દ્વારા પગાર પણ મળે છે. પગારની સાથે તેમને ફોન-મેડિકલ જેવી સુવિધાઓ પણ મળે છે. ચાલો જાણીએ આ વિશે વિસ્તારથી... 

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર જયા બચ્ચનને દર મહિને 1,24,000 રૂપિયા પગાર સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ સિવાય તેમને 2500 રૂપિયાનું ડીએ પણ આપવામાં આવે છે. તમારી જાણકારી માટે કે જણાવી દઈએ કે 2025માં રાજ્યસભાના સાંસદોના પગારમાં 24 ટકાનો વધારો થયો હતો. જયા બચ્ચનને મતવિસ્તાર ભથ્થા તરીકે 87,000 રૂપિયા મળે છે.

પગાર સિવાય રાજ્યસભાના સાંસદ એવા જયા બચ્ચનને દિલ્હીમાં એક બંગલો પણ આપવામાં આવ્યો છે. જયાજીને સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ હેઠળ મફત સારવારની સુવિધા પણ મળે છે. તેમને મફત ફોન કોલ અને ઇન્ટરનેટની સુવિધા પણ મળે છે. જયા બચ્ચનને ફ્લાઈટ્સ અને ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ ફ્રી ટ્રાવેલ પણ મળે છે.

વાત કરીએ જયા બચ્ચનની પ્રોફેશનલ લાઈફ વિશે તો તેમણે પોતાની કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે ઉપહાર, જવાની દીવાની, પિયા કા ઘર, બંસી બિરજુ, કોશિશ, શોર, અનામિકા, જંજીર, કોરા કાગઝ, નયા દિન નઈ રાત, મિલી, શોલે, ચૂપકે ચૂપકે, સિલસિલા, ફિઝા, કભી ખુશી કભી ગમ, કોઈ મેરે દિલ સે પૂછે જેવી ફિલ્મો કરી હતી. 2016માં તેઓ ફિલ્મ 'કી એન્ડ કા'માં જોવા મળ્યા હતા. આ પહેલા તેમણે 'સન ગ્લાસ' જેવી ફિલ્મ કરી હતી.

જયાજીએ છેલ્લે 2023માં ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેઓ ધનલક્ષ્મી રંધાવાના રોલમાં હતા. આ ફિલ્મમાં તેમના રોલને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. 2024માં તેઓ 'સદાબહાર'માં જોવા મળ્યા હતા. જયા હવે ફિલ્મો ઓછી કરે છે અને તેમનું ધ્યાન રાજકારણ પર વધુ છે.