નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો બાઈક પ્રેમ જગજાહેર છે. તેની પાસે એકથી એક ચઢિયાતી બાઈકો છે. ધોનીનો બાઈક પ્રેમ ફરી સામે આવ્યો હતો.
ધોનીને સોમવારે એક વીડિયો વાયરલ થયો છે. ચેન્નઈમાં તે રેસિંગ ટ્રેક પર બાઈક ચલાવતો નજરે પડ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ધૂમ મચાવી રહ્યો છે અને માહીના ચાહકો તેનો રેસર અંદાજ જોઈને ખુશ થઈ ગયા છે.

શું ધોની બાઇક રેસિંગ કરશે?
ધોનીએ આ વખતે રાંચીના રસ્તાઓ પર નહીં પરંતુ ચેન્નઈમાં ચલાવી હતી. આ વખતે તેમણે પ્રોફેશનલ રેસરની જેમ તમામ રેસિંગ ગિયર (પોશાક અને સુરક્ષા સાધનો) પહેરીને પ્રોપર રેસિંગ ટ્રેક પર બાઇક ચલાવી હતી. ધોનીએ આ બાઇક ચેન્નઈ નજીક ઈરુંગાટુકોટ્ટાઈ ખાતે આવેલા 'મદ્રાસ ઇન્ટરનેશનલ સર્કિટ' પર ચલાવી હતી. તે અહીં એક ઇવેન્ટમાં આવ્યો હતો. આ દરમિયાન પરમેનન્ટ રેસિંગ સર્કિટ પર બાઇક ચલાવીને એક લેપ પૂરો કર્યો હતો.

આ દરમિયાન રેસિંગ ટ્રેક પર બાઇક ચલાવવાનો આનંદ ધોનીના ચહેરા પર સ્પષ્ટ જોવા મળતો હતો. તેણે અહીં બાઇક રાઇડિંગની ભરપૂર મજા માણી હતી. જેવો તે પિટ લેન પર પાછો આવ્યો કે તરત જ ફોટોગ્રાફર્સે તેને ઘેરી લીધો હતો.
ફેન્સ થયા ક્રેઝી
ધોની જેવો જ લેપ પૂરો કરીને પાછો આવ્યો અને હેલ્મેટ ઉતાર્યું, તે સાથે જ તેમને જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા અને તેના નામની બૂમો પાડવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે ધોની હાલ માત્ર આઈપીએલમાં જ રમે છે, પરંતુ ગત સીઝનમાં તેમણે ઈજાના કારણે આઈપીએલ પણ મિસ કરી દીધી હતી.
Mahi riding my favorite bike😭🔥 pic.twitter.com/FOwqdqaRS5
— 𝗦💛 (@mostlydhoni78) August 3, 2026