Thu Jun 18 2026

Logo

પાકિસ્તાન આઉટ થઈ ગયા પછી આમિરે ઝેર ઓક્યું, `ભારત પણ સેમિ ફાઇનલમાં નહીં જઈ શકે'

lahor   2026-03-01 17:07:29
Author: Ajay Motiwala
Article Image

લાહોરઃ ટી-20 વર્લ્ડ કપમાંથી પાકિસ્તાન શનિવારે બહાર ફેંકાઈ ગયું એટલે સ્વાભાવિક રીતે પાકિસ્તાનના ઇર્ષ્યાળુ ભૂતપૂર્વ ખેલાડીઓમાંથી કોઈને કોઈક તો ભારતની વિરુદ્ધમાં બોલશે જ એવી ખાતરી હતી અને મોહમ્મદ આમિરે (Amir) ઝેર ઓક્યું છે જેમાં તેણે વણમાગી ભવિષ્યવાણી કરી છે કે ભારત સેમિ ફાઇનલમાં ક્વૉલિફાય નહીં કરી શકે.

અગાઉ વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્માની ટીકા કરી ચૂકેલા આમિરે આ વખતે કહ્યું છે કે `સુપર-એઇટના ગ્રૂપ-1માંથી સાઉથ આફ્રિકાની સાથે વેસ્ટ ઇન્ડિઝ સેમિમાં જશે અને ભારત (India) બહાર રહી જશે.'

આમિરે પાકિસ્તાનની શનિવારની શ્રીલંકા સામેની મૅચ પહેલાં એક ટીવી શૉમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સેમિ ફાઇનલમાં ક્વૉલિફાય કરે કે ન કરે, ભારત લાસ્ટ-ફોરમાં નહીં જ જઈ શકે.'

આમિરે ભારત વિશેની પાયા વગરની ભવિષ્યવાણી આ પહેલાં પણ કરી હતી. તેણે કોઈ પણ પ્રકારના વજૂદ વગર તુક્કો લગાવીને કહ્યું હતું કે ભારત સેમિમાં નહીં જાય. રવિવારે સાંજ સુધી એવી સ્થિતિ હતી જેમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ બેમાંથી જે ટીમ કોલકાતાની મૅચ જીતે એને સેમિમાં પ્રવેશ મળવાનો હતો.