Sat Apr 18 2026

Logo

ઓરેકલ બાદ હવે મેટા કંપની છટણી કરવાની તૈયારીમાં, હજારો કર્મચારીઓ પર તોળાતું જોખમ

California   2026-04-18 17:03:35
Author: Mumbai Samachar Team
Article Image

કેલિફોર્નિયાઃ દુનિયામાં આઈટી કંપનીઓ પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે. ઓરેકલ કંપનીએ 30 હજાર કર્મચારીઓને છૂટા કર્યા બાદ હવે મેટા કંપની કર્મચારીઓને છૂટા કરવાના મૂડમાં છે. આ માટેની તૈયારીઓ કંપનીમાં થઈ રહી છે. આવતા મહિને આશરે 16 હજાર કર્મચારીઓને નોકરી ગુમાવવી પડે એવો સમય આવી શકે છે. સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે, છટણીનો પ્રથમ તબક્કો 20 એપ્રિલથી શરૂ થશે, જેમાં આશરે 8 હજાર કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવશે. 

સમગ્ર સિસ્ટમ AIને સોંપી દેવાશે

માર્ક ઝુકરબર્ગની કંપની હવે સંપૂર્ણ રીતે AI સિસ્ટમ લાગુ કરવાના મૂડમાં છે. તમામ કામમાં AIના સહારે કરવા માગે છે આ માટે કેટલાક પ્રોજેક્ટમાંથી સંપૂર્ણ ધ્યાન AI સિસ્ટમ કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. આ માટે કંપની માણસના બદલે ઓટોમેશન સિસ્ટમ પર વધારે ધ્યાન આપી રહી છે. મશીન બેઝ સિસ્ટમને વધારે મહત્ત્વ આપી રહી છે. આ કારણે જૂનો વર્કફોર્સ દૂર કરીને AI આધારિત ઢાંચો તૈયાર કરવા માટે પગલાં લેવાઈ રહ્યા છે. પહેલા તબક્કા બાદ કુલ કેટલા કર્મચારીઓને કંપનીમાંથી રવાના કરી દેવાશે એ અંગે હજુ સુધી કોઈ આંક સામે આવ્યો નથી. 

16000 જેટલા કર્મચારીને છૂટા કરશે

સૂત્રોના જણાવ્યા અનુસાર કુલ 16000 જેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવી શકે છે. મેટા કંપનના ઉચ્ચ પદે રહેલા અધિકારીઓ માલિક સાથે બેસીને નક્કી કરી રહ્યા છે કે, કયા વિભાગમાંથી કોને રવાના કરવા. હવે સવાલ કર્મચારીઓના વર્ક પર્ફોમન્સ પર આવીને ઊભો છે. બીજી તરફ કંપની એ પણ પરીક્ષણ કરી રહી છે કે, AI આ આવવાથી કામ કેટલું સરળ થઈ શકે છે અને ક્યા કામ ડાયરેક્ટ AI કરી શકે છે. નવા ઈન્ફ્રા. માટે કંપની કરોડો રૂપિયા ખર્ચી રહી છે. એક રિપોર્ટ અનુસાર કંપની 135 બિલિયન ડૉલરનું રોકાણ આ વર્ષે કરશે. આ પૈસાનો ઉપયોગ એક વિશાળ ડેટા સેન્ટર તૈયાર કરવા માટે થશે. 

તમામ સિસ્ટમ પર ઓટોમેશન

હવે જો કંપની મશીન આધારિત વસ્તુઓ સેટ કરીને માણસોને છૂટા કરશે તો એ સમયનું પુનરાવર્તન થશે જ્યારે કંપનીએ 21000 લોકોને નોકરીમાંથી છૂટા કરી દીધા હતા. વર્ષ 2022 અને 2023ની યાદ ફરી તાજા થશે. એ સમયે તો કંપનીનો હેતુ ફાલતુ ખર્ચ ઓછો કરવાનો અને કંપનીને ફરી પાટા પર લાવી વેગવંતી કરવાનો હતો. કોરોનાને કારણે કંપનીને મોટું નુકસાન પણ થયું હતું. પણ આ વખતે ન તો કોરોના છે ન તો કંપની કોઈ ખોટમાં છે. મેટા કંપની હાલમાં પોતાનું ફોર્મેટ બદલવા માટે છે, કંપની વર્કફોર્સમાં મોટી અને કદમાં નાની થશે. મોટાભાગના એ કામ જે મશીન દ્વારા થાય છે એ તમામ સિસ્ટમ પર ઓટોમેશન સેટ થશે. 

કંપનીના ઉત્પાદનમાં કંઈક નવું થશે

આ માટે કેટલાક ઈજનેરને ખાસ પ્રકારના પ્રોજેક્ટ સોંપી દેવામાં આવ્યા છે. આ સાથે કંપની સાથે કેટલીક નવી ટીમ પણ જોડાશે પણ જે રીતે માણસોને છૂટા કરશે એ અંગે ચર્ચાઓ અત્યારથી શરૂ થઈ ચૂકી છે. ફેસબુક પોતાના AI પ્રોડક્ટ ટૂંક સમયમાં માર્કેટમાં મૂકવા માટે તૈયાર છે. હવે જોવાનું એ રહે છે કે, જો મેટા કંપની આટલી મોટી સંખ્યામાં માણસોને છૂટા કરે છે તો કંપનીના ઉત્પાદનમાં શું નવું થશે?