Sat Aug 29 2026

Logo

સિનિયર અધિકારીના કહેવાથી ક્લાર્કે રૂશ્વત લીધી, કૉંગ્રેસે કર્યો આક્ષેપ...

2026-02-14 16:45:28
Author: tejas rajpara
સિનિયર અધિકારીના કહેવાથી ક્લાર્કે રૂશ્વત લીધી, કૉંગ્રેસે કર્યો આક્ષેપ...

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકલએ આરોપ લગાવ્યો હતો કે ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન(એફડીએ)ના પ્રધાન નરહરિ ઝિરવાળની ઓફિસના એક વરિષ્ઠ અધિકારીએ લાંચ લેવાનું કહેતા વિભાગના કલાર્કે લાંચ લીધી હતી. 

એન્ટિ કરપ્શન બ્યૂરોએ ગુરુવારે મંત્રાલય ખાતે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગના એક ક્લાર્કને રૂ. 35,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો હતો, જેના કારણે કોંગ્રેસે રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર પર હુમલો કર્યો હતો.

એસીબીના જણાવ્યા અનુસાર, ક્લાર્ક, રાજેન્દ્ર ધેરંગે, મંત્રાલયના બીજા માળે આવેલી ઓફિસમાં લાંચ લેતી વખતે પકડાયો હતો. તેણે કથિત રીતે ફરિયાદી પાસેથી પૈસા માંગ્યા હતા જે પોતાનું મેડિકલ લાઇસન્સ રિ-સ્ટોર કરવા માંગતો હતો.
શુક્રવારે એક્સ પર એક પોસ્ટમાં સપકલે આરોપ લગાવ્યો હતો કે આ કેસમાં ધરપકડ કરાયેલા ક્લાર્કે પોલીસને કહ્યું હતું કે તે વિભાગના એક વરિષ્ઠ અધિકારીના નિર્દેશ પર કામ કરી રહ્યો છે.

સકપાલે સવાલ કર્યો હતો કે આ વરિષ્ઠ અધિકારી પ્રધાનના સિચવ છે કે શું અને જો સચિવ હશે તો તેની સામે કાર્યવાહી થશે કે નહીં. 

જો ક્લાર્ક સાથે કોઈપણ જાતના સંબંધ હોવાનું બહાર આવે તો પ્રધાનપદ છોડી દેવાની વાત ઝિરવાળે કરી હતી.