Thu Jun 18 2026

Logo

લેબનોન અને ઇઝરાયલ વચ્ચે વોશિંગ્ટનમાં થઇ શકે છે યુદ્ધવિરામ અંગે ચર્ચા

Tel Aviv-Yafo   2026-04-10 19:42:04
Author: Chandrakant Kanoja
Article Image

Lebanese Prime Minister Nawaf Salam & Israel Benjamin Netanyahu


તેલઅવીવ : લેબનોન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવ દરમિયાન એક મોટો રાજકીય ઘટનાક્રમ પ્રકાશમાં આવ્યો છે. જેમાં લેબનોનના વડાપ્રધાન નવાફ સલામ આગામી દિવસોમાં વોશિંગ્ટનની મુલાકાત લેવાના છે. ત્યારે  ઇઝરાયલે લેબનોન સાથે સીધી વાટાઘાટો થવાની શક્યતા છે. 

ઇઝરાયલ હિઝબુલ્લાહના લક્ષ્યો પર સતત હુમલા કરી રહ્યું છે

આ સમગ્ર પરિસ્થિતિ અમેરિકા  અને ઈરાન વચ્ચેના નાજુક યુદ્ધવિરામ વચ્ચે ઉદ્ભવી છે. જોકે આ યુદ્ધવિરામ અમલમાં છે. પરંતુ લેબનોનમાં સતત હુમલાઓને કારણે પરિસ્થિતિ તણાવપૂર્ણ રહે છે. ઇઝરાયલ હિઝબુલ્લાહના લક્ષ્યો પર સતત હુમલા કરી રહ્યું છે.

હિઝબુલ્લાહને નિઃશસ્ત્ર કરવાનો અને ઐતિહાસિક શાંતિ કરાર કરવાનો

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટપણે કહ્યું છે કે લેબનોનમાં કોઈ યુદ્ધવિરામ નથી. તેમણે ચેતવણી આપી છે કે હિઝબુલ્લાહ સામેના ઓપરેશનો સંપૂર્ણ તાકાતથી ચાલુ રહેશે. તેમણે તેમના મંત્રીમંડળને લેબનોન સાથે સીધી વાતચીત શરૂ કરવા સૂચના આપી છે. તેમનું માનવું છે કે આ વાટાઘાટોનો ઉદ્દેશ્ય હિઝબુલ્લાહને નિઃશસ્ત્ર કરવાનો અને ઐતિહાસિક શાંતિ કરાર કરવાનો છે.

હુમલાઓમાં ઓછામાં ઓછા 300 લોકોના મોત

મીડિયા અહેવાલ મુજબ, ઇઝરાયલે તાજેતરના દિવસોમાં લેબનોનમાં મોટા પાયે હુમલા કર્યા છે. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 300 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. પરિણામે સમગ્ર પ્રદેશમાં તણાવ નોંધપાત્ર રીતે તીવ્ર બન્યો છે. 

આ માહોલ પર ભારત સરકારની સતત નજર 

ઉલ્લેખનીય છે કે,  લેબનોનમાં હુમલો થતા સ્થિતિ તણાવગ્રસ્ત છે. આ માહોલ પર ભારત સરકાર સતત નજર રાખી રહી છે. ખાસ કરીને મિડલ ઈસ્ટમાં રહેતા ભારતીય નાગરિકોના મૃત્યુ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ભારત માટે ભારતીય નાગરિકોની સુરક્ષા એ પ્રાથમિકતા છે.