કુવૈતઃ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધનો અંત ક્યારે આવશે તેનો કોઈ અંદાજ નથી. હજી પણ એકબીજી પર ધમકીઓ આપવામાં આવી રહી છે. મિસાઈન અને ડ્રોન હુમલા સાથે હવે દરિયા ક્ષેત્રમાં પણ હુમાલાઓ શરૂ થઈ ગયાં છે. અમેરિકાએ શ્રીલંકા નજીક ઈરાની નૌકાદળના એક જહાજને ડૂબાડી દીધું હોવાનું પણ અહેવાલો પણ મળ્યાં છે. આ જહાજ પર સબમરીન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
યુદ્ધના માહોલ વચ્ચે કુવૈત સરકારે રાહત આપી
મહત્વપૂર્ણ વાત એ છે કે, હવે કુવૈત સરકારે યુદ્ધગ્રસ્ત મધ્ય પૂર્વમાં ફસાયેલા લોકોને નોંધપાત્ર રાહત આપી છે. કુવૈત સરકારે યુદ્ધના માહોલ વચ્ચે નિયમોમાં ભારે છૂટછાટ આપી છે. આ બે નિયમોમાંથી એક નિયમ તો વિઝિટર વિઝા સાથે સંબંધિત છે, જ્યારે બીજો વધારાના ગેરહાજરી સમયગાળા સાથે સંબંધિત છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે અચાનક યુદ્ધ શરૂ થઈ ગયું છે. પરિણામે, જે લોકો પ્રવાસ માટે ગલ્ફ દેશોમાં ગયા હતા તેઓ ત્યાં ફસાયેલા છે. તેમના આ માટે નિયમો ફાયદાકારક સાબિત થશે.
إعلان هام
— وزارة الداخلية (@Moi_kuw) March 4, 2026
Urgent Announcemen
تقديرا للظروف الاستثنائية التي تمر بها البلاد
In appreciation of the exceptional circumstances the country is goingthrough
تمديد تلقـائي لسمـات الزيـارة لمـدة شهر ومنـح إذن
غياب 3 أشهر اضافية للمقيمين المتواجدين خارج البلاد
An automatic extension… pic.twitter.com/2sfi4Smm4L
અલગ અલગ દેશમાં હજારોની સંખ્યામાં લોકો ફસાયા
ખાસ કરીને દુબઈ, કુવૈત, કતર, બહેરીન અને સાઉદી અરબ સહિત અલગ અલગ દેશમાં હજારોની સંખ્યામાં લોકો ફસાયેલા છે. સ્વાભાવિક છે કે, ફરવા માટે ગયેલા લોકોએ થોડા દિવસ માટે જ વિઝા મંજૂર કરાવ્યાં હોય! પરંતુ યુદ્ધ શરૂ થયું એટલે હવાઈ સેવાઓ સ્થગિત થઈ ગઈ છે. જેથી આ લોકો ત્યાં ફસાયેલા છે. આવી સ્થિતિમાં કુવૈત સરકારે વિઝિટ વિઝા પર એક મહિનાનો વધારો આપ્યો છે અને કુવૈતની બહાર જતા લોકો માટે ગેરહાજરીનો સમયગાળો 3 મહિના સુધી વધારી દીધો છે.
ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી
કુવૈતમાં આવેલા ભારતીય દૂતાવાસ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે. એક્સ પર પોસ્ટ કરતા ભારતીય દૂતાવાસે લખ્યું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કુવૈતના ગૃહ મંત્રાલયે આજે ઓટોમેટિક રાહત પગલાંની જાહેરાત કરી છે, જેનો અમલ ઇલેક્ટ્રોનિક રીતે કરવામાં આવશે. ફી અને દંડ માફ કરવામાં આવ્યા છે.