મસૂરીઃ ભારતીય ક્રિકેટ ટીમની એક સમયની સ્પિન-જોડીના મેમ્બર કુલદીપ યાદવ (Kuldeep Yadav)ના શનિવારે લગ્ન છે અને એમાં તેનો ભૂતપૂર્વ સ્પિન જોડીદાર યુઝવેન્દ્ર ચહલ (Chahal) મનમૂકીને નાચવાનો છે. 2026ના ટી-20 વર્લ્ડ કપની ચૅમ્પિયન ટીમનો ખેલાડી કુલદીપ યાદવ શનિવારે મસૂરી (Mussoorie)માં ફિયૉન્સી વંશિકા સાથે લગ્નગ્રંથિથી જોડાવાનો છે અને આ પ્રસંગે ચહલ ઉપરાંત બીજા કેટલાક જાણીતા ખેલાડીઓ પણ હાજરી આપશે.
ઉત્તરાખંડમાં વેલ્કમહૉટેલ ધ સેવૉય મસૂરીમાં કુલદીપના લગ્નની વિધિઓ તેમ જ સેલિબ્રેશન થશે અને એ માટે દહેરાદૂન પહોંચ્યા બાદ ચહલે એએનઆઇને કહ્યું હતું કે તે તેના ખાસ મિત્ર કુલદીપના લગ્નમાં ખૂબ નાચશે.
ચહલે મુલાકાત લેનાર પત્રકારને કહ્યું, `હું મારા ભાઈના લગ્નમાં હાજરી આપવા આવ્યો છું અને ખૂબ રોમાંચિત છું. હું ખૂબ નાચીશ અને માહોલ એન્જૉય કરીશ.'
#WATCH | Uttarakhand | Indian cricketer Yuzvendra Chahal arrives in Dehradun, to attend the wedding of Indian Cricketer Kuldeep Yadav
— ANI (@ANI) March 13, 2026
He says, "I am very excited for my brother's marriage. I will dance a lot and enjoy..." pic.twitter.com/MgZRPgDFDs
કુલદીપના લગ્નનો પ્રસંગ આમ તો પ્રાઇવેટ જેવો જ છે, પણ એમાં ઘણા ખેલાડીઓ આવશે એવી પાકી સંભાવના છે. કુલદીપ તથા વંશિકાના પરિવાર અને મહેમાનો માટે સેવૉય હૉટેલ ઘણા દિવસથી બુક કરી રાખવામાં આવી છે. કેટલાક અહેવાલો મુજબ સુનીલ ગાવસકર, વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, રિન્કુ સિંહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા સહિત ઘણા જાણીતા ખેલાડીઓ આ લગ્નમાં હાજરી આપશે.
ગયા વર્ષે જૂનમાં કુલદીપ-વંશિકાએ લખનઊમાં સગાઈ કરી હતી. એ પ્રસંગમાં બન્નેના ખૂબ નજીકના સંબંધીઓની જ હાજરી હતી.