Thu Jun 18 2026

Logo

ઋષભ પંતના બચાવમાં ઉતર્યા લખનઉના કોચ, કહ્યું સારા પ્રદર્શનની ગેરન્ટી....

2026-05-05 21:45:30
Author: mumbai samachar team
Article Image

IPL


મુંબઈઃ લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે જણાવ્યું હતું કે 27 કરોડ રૂપિયાની કિંમત હંમેશા સારા પ્રદર્શનની ગેરન્ટી આપતી નથી, પરંતુ ઋષભ પંતને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટીમની કેપ્ટનશીપ કરવાના કારણે દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે આ નિવેદન એવા સમયે આપ્યું જ્યારે તેમની ટીમ પ્લેઓફની દોડમાંથી લગભગ બહાર થઈ ગઈ છે.

મુંબઈ ઈન્ડિયન્સ સામેની આઈપીએલ મેચમાં પંત એલએસજીના એવા બેટ્સમેનોમાં સામેલ હતો જે નિકોલસ પૂરન (63) અને મિશેલ માર્શ (44)ની સારી શરૂઆતનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યા હતા. એક સમયે લખનઉએ આઠ ઓવરમાં એક વિકેટે 123 રન કર્યા હતા પરંતુ અંતમાં પાંચ વિકેટે માત્ર 228 રન કરી શક્યું હતું, પરંતુ મેચમાં છ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

લખનઉ પંતને મોટી રકમમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ તેણે ગયા સીઝન જેટલું સારું પ્રદર્શન કર્યું નથી. લેંગરે કહ્યું હતું કે "મને નથી લાગતું કે તેનો કોઈ પણ પ્રકારના પૈસા સાથે કોઈ સંબંધ છે. 

કેપ્ટનશીપ સરળ નથી અને તેના પર ઘણું દબાણ છે. તે સતત પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે અને સખત મહેનત કરી રહ્યો છે. જ્યારે આપણે તેને હસતા અને ઉત્સાહથી રમતો જોઈએ છીએ ત્યારે તે સારુ લાગે છે. તે ફોર્મમાં પાછા ફરવાથી દૂર નથી." 

પંત હિંમતભેર પડકારોનો સામનો કરવાનું ચાલુ રાખશે. અમે બે દિવસ પહેલા અહીં એક પ્રેક્ટિસ મેચ રમી હતી અને પંતે લગભગ 40 કે 30 બોલમાં 95 રન કર્યા હતા તેને જોતા તે ઋષભ પંતનું શ્રેષ્ઠ પ્રદર્શન લાગે છે."

લેંગરે કહ્યું હતું કે, "અમે તેને ટેસ્ટ ક્રિકેટમાં પાંચમા નંબરે બેટિંગ કરતી અન્ય ટીમો પર પ્રભુત્વ મેળવતો જોયો છે. તેણે બે દિવસ પહેલા જે રીતે બેટિંગ કરી હતી તે ટીમ માટે સારો સંકેત છે." આશા છે કે, તે ભવિષ્યમાં અમને મેચ જીતવામાં મદદ કરશે