Wed Aug 19 2026

Logo

રાજસ્થાનનામાં ખાનગી બસે 6 લોકોને મારી ટક્કર, 4ના મોતઃ દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓ આવ્યા ઝપેટમાં

2026-08-16 12:10:27
Author: Mumbai Samachar Team
Article Image

ઝાલાવાડના પાતલા પીર ધાર્મિક સ્થળની પાસે શનિવારે (15 ઓગસ્ટ) રાતે પ્રાઇવેટ બસે રોડ સાઇડ પર ઉભા રહેલા 6 શ્રદ્ધાળુઓને ટક્કર મારી. બધા શ્રદ્ધાળુઓ દર્શન કરી ઘરે પરત ફરી રહ્યા હતા. દુર્ઘટનામાં 3 ઇજાગ્રસ્તોઓ રાતે જ સારવાર દરમ્યાન જીવ ગુમાવ્યો હતો. 

એક ઘાયલનું મોત રવિવારે સવારે થયું. જ્યારે 2ની હાલત હજુ ગંભીર છે. આશંકા છે કે બસ વરસાદ અને લપસણા રસ્તાના કારણે ઢોળાવ પર બેકાબૂ થઇ ગઇ હતી. જો કો પોલીસે ઘટનાની વધુ જાણકારી નથી આપી. 

૩ રામગંજમંડીના અને એક કોટાનો રહેવાસી 

સારૌલા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં રામગંજમંડી (કોટા)ના રહેવાસી હામિદ ખાન, તાલિબ, રેહાન (૨૦) અને ગોવિંદ નગર, કોટાના રહેવાસી અલ્ફેઝ (૨૫)નું મૃત્યુ થયું છે.

પોલીસ અને વહીવટી અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા

પોલીસના જણાવ્યા અનુસાર, જે બસ સાથે અકસ્માત થયો હતો તે પણ પાતલા પીરમાં શ્રદ્ધાળુઓને લઈને આવી હતી. રાત્રે આશરે આઠ વાગ્યે ધાર્મિક સ્થળ પરથી પાછા ફરતી વખતે બસ બેકાબૂ થઈ ગઈ હતી.

આશંકા છે કે વરસાદ અને બસની બ્રેક ફેઇલ થવાના કારણે ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો. જોકે, હજુ આ અકસ્માત અંગે તપાસ કરવામાં આવી રહી છે.

બ્રેક ફેઇલ થવાના કારણે દુર્ઘટના

ગંભીર રીતે ઘાયલ બે લોકોનો આઇસીયુમાં સારવાર ચાલુ છે. ઘટના બાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરુ કરી છે. દુઘર્ટનાના શિકાર થયેલા લોકો કોટા જિલ્લાના રામગંજમંડી ક્ષેત્રથી ઝાલાવાડના સારોલા થાના ક્ષેત્ર સ્થિત પાતલા પીર પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા. જિયારત બાદ બધા લોકો પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા. 

દરમ્યાન કોટાના કૈથૂન ક્ષેત્રના શ્રદ્ધાળુઓને લઇને આવેલી ખાનગી બસની બ્રેક ફેઇલ થઇ ગઇ. બસ ચાલક વાહનને કાબૂમાં કરે તે પહેલા જ બસ બેકાબૂ બની રોડ સાઇડે ઉભેલા લોકો સાથે ટકરાઇ.