Sat Sep 05 2026

Logo

ગુજરાતમાં JSS નો કેટલા લોકોએ લાભ લીધો? સંસદમાં સરકારે આંકડો જાહેર કર્યો

2026-03-16 13:44:00
Author: Mayur Patel
ગુજરાતમાં JSS નો કેટલા લોકોએ લાભ લીધો? સંસદમાં સરકારે આંકડો જાહેર કર્યો

નવી દિલ્હીઃ સંસદમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે ગુજરાતમાં જન શિક્ષણ સંસ્થાનનો પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે દાહોદ સંસદીય મત વિસ્તારમાં કેટલી જન શિક્ષણ સંસ્થાન કાર્ય કરી રહી અને કેટલા લાભાર્થીઓને લાભ મળ્યો છે. મહિલાઓ અને હાંસિયામાં રહેતા સમુદાયો માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલા ટ્રેનિંગ કાર્યક્રમોની શી વિગત છે, તેમજ આ યોજનાના માધ્યમથી રોજગાર અને આવક વૃદ્ધિ પર કોઈ સકારાત્મક અસર પડે છે કે શું?

જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2025-26માં ગુજરાતમાં 6 જેએસએસ કેન્દ્ર કાર્યરત છે. આ યોજનાનો હેતુ ભારત સરકારના પૂર્ણ સહયોગથી લાભાર્થીઓને ઘરે જ અનૌપચારિક રીતે કૌશલ્ય ટ્રેનિંગ આપવાનો છે. આ ટ્રેનિંગથી પરિવારની આવકમાં વધારોકરવાનો હેતુ છે. યોજનાઅ અંતર્ગત 15-45 વર્ષના અભણ, પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરેલા અનેધો. 12 સુધીમાં અભ્યાસ છોડી ચુકેલા લોકો છે. 

આ યોજનાના કુલ લાભાર્થીમાંથી 83 ટકાથી વધારે મહિલાઓ છે. આ મહિલાઓ આર્થિક સશક્તિકરણ પર યોજનાના મજબૂત ફોક્સને દર્શાવે છે. સહાયક દરજી, બ્યુટીકેર આસિસ્ટન્ટ,  સહાયક હેર ડ્રેસર, હસ્તકલા, કાપડ મુદ્રણ, સોફ્ટ ટોય મેકર, મીણબત્તી નિર્માતા, પાપડ-આચાર મસાલા પ્રોસેસિંગ, મશરૂમ ઉત્પાદક અને મધમાખી પાલન જેવા અભ્યાસક્રમોમાં મહિલાઓની વધારે ભાગીદારી જોવા મળી છે.

વંચિત સમુદાયોને સોલર પીવી ઈન્સ્ટોલેશન હેલ્પર, ડોમેસ્ટિક કેર એટેંડેંટ, રિટેલ કેશિયર, ફૂડ ડિલીવરી એસોસિએટ,સ્માર્ટફોન રિપેર અને હેલ્થકેર ફાઉન્ડેશન કોર્સની ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમાં રોજગારીની અઢળક તકો રહે છે. 

ગુજરાતમાં 9 જન શિક્ષણ સંસ્થાન(જેએસએસ)કાર્યરત છે. 2018-19થી 31 ડિસેમ્બર, 2025 સુધી બનાસકાંઠામાં 5569, ભરૂચમાં 12,540, ગાંધીનગરમાં 13,257, કચ્છમાં13,704, મહેસાણામાં 13,486, પાટણમાં 13,188, સાબરકાંઠામાં 13,099, સુરતમાં 13,680, વલસાડમાં 13,135 લાભાર્થી લાભ લઈ ચુક્યા છે.