Thu Jun 25 2026

Logo

જમ્મુ કાશ્મીરમાં સેનાના 40 જવાનો પર એફઆઇઆર દાખલ, જાણો સમગ્ર મામલો

2026-06-25 15:42:00
Author: Chandrakant Kanoja
Article Image

જમ્મુ કાશ્મીર : જમ્મુ કાશ્મીરમાં સેનાના 40 જવાનો પર એફઆઇઆર દાખલ કરવાની માહિતી પ્રકાશમાં આવી છે. જેમાં સેનાના કર્નલ, મેજર, નાયબ સુબેદારનું નામ સામેલ છે. સેનાના જવાનો પર આ એફઆઇઆર જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના અથોલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. 

પોલીસ અધિકારીઓ પર હુમલો અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ

આ એફઆઇઆરમાં 17 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર  કર્નલ એન. અરુણ ગાંધી, મેજર વિકાસ શર્મા, નાયબ સુબેદાર શંકર ગુરખે અને અન્ય અજાણ્યા સૈન્ય કર્મચારીઓના નામ છે. આ કર્મચારીઓ પર પોલીસ સ્ટેશનમાં પ્રવેશીને  પોલીસ ડીવાયએસપી અને સ્ટેશન હાઉસ ઓફિસર એસએચઓ સહિત પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાનો તેમજ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ છે.

સેનાએ કહ્યું છે આ કેસમાં તે પૂરતો સહયોગ આપશે

જ્યારે સેનાએ કહ્યું છે આ કેસમાં તે પૂરતો સહયોગ આપશે. તેમજ સંયુકત તપાસના રિપોર્ટના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, ભારતીય સેના કાયદાનું સંપૂર્ણ સન્માન કરવામાં આવશે. તેમજ હાલ આ અંગે કોઇપણ ટિપ્પણી કરવી યોગ્ય નથી. 

આ હુમલામાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા

આ અંગે મળતી માહિતી મુજબ આ હુમલામાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. તેમજ એફઆઈઆર મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ કિશ્તવાડના ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં પદ્દર બ્લોક ડેવલપમેન્ટ ઓફિસમાં એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા. આ  કાર્યક્રમ દરમિયાન તેમને પોલીસ સ્ટેશનમાં હિંસક ઘટનાની માહિતી મળી અને તેઓ તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા.