Tue Jul 14 2026

Logo

શિવ ભક્તો માટે ખાસ તક! IRCTCની સાથે કરો ચાર જ્યોતિર્લિંગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુસાફરી, જાણો સંપૂર્ણ વિગત!

2026-07-13 21:17:25
Author: Darshana Visaria
Article Image

જો તમે ભગવાન શિવના જ્યોતિર્લિંગના દર્શન કરવાની ઈચ્છા ધરાવતા હોવ, તો ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) તમારા માટે એક સુવર્ણ તક લઈને આવ્યું છે. આઈઆરસીટીસીની ખાસ 'ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન' દ્વારા તમે શિવના જ્યોતિર્લિંગોની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પણ દર્શન કરી શકશો. ચાલો જોઈએ શું છે આ ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેનનું પેકેજ અને કઈ રીતે તેમાં ટિકિટ બુક કરાવી શકાય છે. 

કયા સ્થળોના દર્શન કરી શકાશે?

આ ટૂર પેકેજમાં મધ્યપ્રદેશ અને ગુજરાતના મુખ્ય ધાર્મિક અને પર્યટન સ્થળોનો સમાવેશ થાય છે જેમ તે મહાકાલેશ્વર (મધ્યપ્રદેશ), ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ), નાગેશ્વર (ગુજરાત) અને સોમનાથ (ગુજરાત)ના જ્યોતિર્લિંગ અને અન્ય સ્થળો જેમાં દ્વારકાધીશ મંદિર, ભેટ દ્વારકા, સિગ્નેચર બ્રિજ અને વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નો સમાવેશ થાય છે. 

યાત્રાની વિગતો અને તારીખ:

સમયગાળો: 10 દિવસ અને 9 રાતની આ યાત્રા 17મી ઓગસ્ટ, 2026ના રોજ શરૂ થશે અને 26મી ઓગસ્ટ, 2026 રોજ પૂર્ણ થશે.

બોર્ડિંગ સ્ટેશન: આ ટ્રેન ગોરખપુરથી શરૂ થશે અને તે મનકાપુર, અયોધ્યા કેન્ટ, સુલતાનપુર, પ્રતાપગઢ, પ્રયાગરાજ સંગમ, રાયબરેલી, લખનૌ, કાનપુર સેન્ટ્રલ, ઉરઈ, ઝાંસી અને લલિતપુર જેવા વિવિધ સ્ટેશનો પરથી મુસાફરોને બેસાડશે.

સુવિધાઓ અને ટિકિટ:

આ પેકેજમાં મુસાફરોને સવારનો નાસ્તો અને બપોર-રાત્રિનું શુદ્ધ શાકાહારી ભોજન મળશે. ટ્રેનમાંથી ઉતર્યા બાદ સ્થાનિક દર્શન માટે એસી અને નોન એસી બસોની સુવિધા આપવામાં આવશે. મુસાફરો પોતાની સુવિધા મુજબ સેકન્ડ એસી, થર્ડ એસી અને સ્લીપર ક્લાસમાં બુકિંગ કરી શકે છે. આ પેકેજમાં એલટીસી અને ઈએમઆઈની સુવિધા પણ ઉપલબ્ધ છે.

પેકેજનું ભાડું (પ્રતિ વ્યક્તિ):

બુકિંગ કેવી રીતે કરવું?

તમે આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઇટ www.irctctourism.com પર ઓનલાઈન બુકિંગ કરી શકો છો. આ સિવાય વધુ માહિતી માટે તમે લખનૌ સ્થિત આઈઆરસીટીસી ઓફિસનો સંપર્ક કરી શકો છો અથવા 9236391923, 8287930908 જેવા આપેલા હેલ્પલાઈન નંબરો પર ફોન કરી શકો છો.