Thu Jun 18 2026

Logo

ઇઝરાયલના હુમલામાં ઈરાનનું પસેન્જર વિમાન નાશ પામ્યું! એરપોર્ટ પર કાટમાળ...

tehran   2026-03-03 22:56:58
Author: Savan Zalariya
Article Image

તેહરાન: યુએસ અને ઇઝરાયલ સાથે મળીને ઈરાન એર સ્ટ્રાઈક કરી રહ્યા છે, આ હુમલા દરમિયાન ઈરાનમાં બુશેહર એરપોર્ટ પર એક ઈરાનનાં પેસેન્જર વિમાન નાશ પામ્યું હતું. અહેવાલ મુજબ આ વિમાન ઈરાન એરનું હતું. હુમાલા સમયે વિમાન સર્વિસમાં હતું કે નહીં તે અંગે કોઈ તાત્કાલિક પુષ્ટિ થઇ શકી નથી. જાનહાની અંગે પણ કોઈ અહેવાલ હજુ સુધી મળ્યા નથી. 

બુશેહર ઈરાની ખાડીના કિનારે આવેલું શહેર છે, આ શહેર પાસે જ ઈરાનનો એકમાત્ર કાર્યરત પરમાણુ પાવર પ્લાન્ટ છે. અગાઉ, રશિયાના સ્ટેટ ન્યુક્લિયર કોર્પોરેશન રોસાટોમે બુશેહરમાં ઈરાનના પરમાણુ પાવર પ્લાન્ટના નવા એકમોનું બાંધકામ બંધ કર્યું હોવાની જાહેરાત કરી હતી.

અહેવાલ અનુસાર યુએસ અને ઇઝરાયલે તેહરાનના મેહરાબાદ એરપોર્ટને પણ નિશાન બનાવ્યું હતું. જાહેર કરવામાં આવેલા ફોટોમાં રનવે પાછળ ધુમાડાના ગોટા નીકળતા જોવા મળે છે. 
ઈરાનના  મેહરાબાદ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, આ એરપોર્ટ પર મુખ્યત્વે ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું ઓપરેશ થાય છે.

શનિવારે યુએસ-ઇઝરાયલ ફોર્સીઝે પર્સિયન ગલ્ફમાં તેમના યુદ્ધ જહાજોમાંથી ટોમાહોક સહિત સંખ્યાબંધ  બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી. સ્ટીલ્થ ફાઇટર જેટ F-22 અને F-35 ના કાફલા વડે પણ હુમલા કરવામાં આવ્યા હતાં.  

ઇરાનના લશ્કરી અને વ્યૂહાત્મક સ્થળો પર આ હુમલા કરવામાં આવ્યા હતાં, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા કરવામાં આવી. હુમલામાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ કમાન્ડ સેન્ટરો, મિસાઇલ ફેસિલિટી, એર ડિફેન્સ અને કમાંડ કમ્પાઉન્ડ પર હુમલા કરવામાં આવ્યા હતાં.  

આ દરમિયાન એક યુએસ ઇઝરાયલે ઈરાનની એક કન્યા શાળા પર હુમલો કર્યો હતો, જેમાં 165 બાળકીઓના મોત નીપજ્યા.