Thu Jun 18 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર ઈરાનનો કટાક્ષ, કહ્યું ટ્રમ્પ ન્યુયોર્કમાં મેયરની નિયુક્તિ પણ નથી કરી શકતા...

2026-03-06 15:55:59
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સતત સંઘર્ષ વચ્ચે દિલ્હીમાં રાયસીના ડાયલોગ 2026માં ઈરાનના નાયબ વિદેશ મંત્રી ડૉ. સઈદ ખતીબઝાદેહે અમેરિકાના નિવેદન અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે અમેરિકાની દરમ્યાનગીરી વિના નવા સુપ્રીમ લીડરની પસંદગીના નિવેદન અંગે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનમાં  નેતુત્વ પરિવર્તનની માંગ કરી રહ્યા છે. જ્યારે તેવો ન્યુયોર્કમાં મેયરની નિયુક્તિ પણ નથી કરી શકતા હતા. 

ઈરાન સંઘર્ષને રાષ્ટ્રવાદી યુદ્ધ ગણાવ્યું 

દિલ્હીમાં રાયસીના ડાયલોગ 2026માં ઈરાનના નાયબ વિદેશ મંત્રી ડૉ. સઈદ ખતીબઝાદેહે  જણાવ્યું હતું કે, ઈરાન પાસે અમેરિકાના  આક્રમક હુમલાઓનો જવાબ આપવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. ડૉ. ખતીબઝાદેહે સ્પષ્ટતા કરી કે અમેરિકા અને ઇઝરાયલની સંયુક્ત કાર્યવાહી ઇરાનના અસ્તિત્વનો નાશ કરવા માટે એક ઇરાદાપૂર્વકનું કાવતરું છે. તેમણે આ સંઘર્ષને રાષ્ટ્રવાદી યુદ્ધ ગણાવ્યું છે . તેમજ કહ્યું કે ઈરાને પોતાનો બચાવ કરવા માટે મજબૂત પગલાં લેવા જોઈએ.

ટ્રમ્પ ન્યુયોર્કમાં મેયરની નિયુક્તિ પણ નથી કરી શકતા 

તેમણે કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનમાં  નેતુત્વ પરિવર્તનની માંગ કરી રહ્યા છે. જ્યારે તેવો ન્યુયોર્કમાં મેયરની નિયુક્તિ પણ નથી કરી શકતા હતા. તેમજ તમે તેમના કોલોનિયલ  વલણની કલ્પના કરી શકો છો. જેમાં એક તરફ તે દેશમાં લોકતંત્ર સ્થાપિત કરવા માંગે છે. જયારે બીજી તરફ ઈરાનમાં લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારના રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવા માંગે છે. 

ઈરાન તરફથી કોઈ ઉશ્કેરણી કરવામાં આવી નથી.

ઈરાનના નાયબ વિદેશ મંત્રીએ અમેરિકા અને ઈઝરાયલના પગલાંને આંતરરાષ્ટ્રીય કાયદા અને ધોરણોની વિરુદ્ધ ગણાવ્યા. તેમણે જણાવ્યું કે ઈરાન તરફથી કોઈ ઉશ્કેરણી કરવામાં આવી નથી. તેમણે પ્રશ્ન કર્યો કે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન સામે આ આક્રમણ શા માટે શરૂ કર્યું, અને કહ્યું કે અમેરિકન વહીવટીતંત્ર આ પ્રશ્નના અલગ અલગ જવાબો આપશે. તેમણે આ આક્રમણ માટે  સત્તાની રાજનીતિ અને 'ગ્રેટર ઈઝરાયલ' ના સ્વપ્નને જવાબદાર ગણાવ્યું છે.