Sat Apr 18 2026

Logo

ઇરાને ટ્રમ્પના દાવા ફગાવ્યા, કહ્યું એનરિચ યુરેનિયમ ઈરાનની ભૂમિ જેટલું પવિત્ર

Tehran   2026-04-18 16:21:10
Author: Chandrakant Kanojia
Article Image

તહેરાન: ઇરાને અમેરિકાને યુરેનિયમ આપવાના ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધા છે. ઇરાને તેની પાસેના એનરિચ યુરેનિયમને કોઇને પણ સોંપવાનો ઇનકાર કર્યો હતો. આ અંગે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા  ઈસ્માઈલ બાગાઈએ જણાવ્યું હતું કે, એનરિચ  યુરેનિયમ અમારી માટે ઈરાનની ભૂમિ જેટલું પવિત્ર છે. 

ઈરાની પ્રવક્તાએ આ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો

આ અંગે ઇરાને સ્પષ્ટતા કરી છે તે  યુરેનિયમ કોઈપણ ત્રીજા દેશને નહિ સોંપે. ઈરાનના વિદેશ મંત્રાલયનું આ નિવેદન ટ્રમ્પના એક દાવાના જવાબમાં આવ્યું છે  જેમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન તેના સમૃદ્ધ યુરેનિયમના ભંડારને અમેરિકા અથવા ત્રીજા દેશને સોંપવા માટે સંમત થયું છે. ઈરાની પ્રવક્તાએ આ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે એનરિચ યુરેનિયમ ઈરાનની સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. 

મનોવૈજ્ઞાનિક યુદ્ધ અને મીડિયા અભિયાનનો ભાગ

આ ઉપરાંત ઈરાન કહ્યું છે કે તે તેના પરમાણુ કાર્યક્રમ સાથે સમાધાન નહિ કરે. તેમજ  ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા પ્રસારિત કરવામાં આવી રહેલા આવા અહેવાલો મનોવૈજ્ઞાનિક યુદ્ધ અને મીડિયા અભિયાનનો ભાગ છે. તેમનો ઉદ્દેશ્ય ઈરાન પર દબાણ લાવવા અને ચાલી રહેલી વાટાઘાટોને પ્રભાવિત કરવાનો છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ અંગેના તેના અધિકારો સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. 

એનરિચ યુરેનિયમ  શું છે અને તે કેવી રીતે ઉત્પન્ન થાય છે?

યુરેનિયમ ડસ્ટ  સામાન્ય રીતે 60 ટકા સમૃદ્ધ યુરેનિયમનો ઉલ્લેખ કરે છે, જે પ્રાકૃતિક રીતે યુરેનિયમ ટ્રીટમેન્ટ દ્વારા ઉત્પન્ન થાય છે. કુદરતી યુરેનિયમમાં આશરે 99 ટકા U-238 અને લગભગ 0.7 ટકા U-235 હોય છે. જ્યારે તે સંવર્ધન થાય છે ત્યારે U-235 નું પ્રમાણ વધે છે.

UF6 ગેસ જેવા સ્વરૂપોમાં એકત્રિત કરવામાં આવે છે 

આ અનરિચ યુરેનિયમ સામાન્ય રીતે ધાતુ, ઓક્સાઇડ પાવડર અથવા UF6 ગેસ જેવા સ્વરૂપોમાં એકત્રિત કરવામાં આવે છે. અને ઘણીવાર તેને ઘન ઓક્સાઇડ તરીકે અથવા સીલબંધ કન્ટેનરમાં સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવે છે. તેને IAEA જેવા સંગઠનોની દેખરેખ હેઠળ સીલબંધ સુવિધાઓમાં રાખવામાં આવે છે. તેની સાથે સંકળાયેલા નોંધપાત્ર કિરણોત્સર્ગના જોખમને ધ્યાનમાં રાખીને તેને સામાન્ય ધાતુઓ અથવા પાવડરની જેમ સંગ્રહિત કરી શકાતું નથી.