તહેરાન: મિડલ ઇસ્ટમાં ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ સ્થિતી તણાવપૂર્ણ છે. જેમાં ઈરાન પણ સતત ઇઝરાયલ અને આસપાસના દેશો પર હુમલા કરી રહ્યું છે. ત્યારે ફરી એકવાર ઇઝરાયેલ તહેરાનની એક સ્કુલ પર હુમલો કર્યો હોવાનો ઈરાને દાવો કર્યો છે. જયારે સંયુક્ત રાષ્ટ્ર માનવધિકાર વડા વોલ્કર તુર્કે યુદ્ધની શરુઆતમાં ઈરાનની સ્કૂલ પર થયેલા ઇઝરાયેલના હુમલાની ઝડપી તપાસની માંગ કરી છે.
કતરમાં ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી
જયારે મિડલ ઇસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે કતરમાં ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી છે. દોહા સ્થિત ભારતીય દૂતાવાસે તેના નાગરિકો માટે વિઝા, ટ્રાન્ઝિટ અને સાઉદી અરેબિયાની બહાર મુસાફરી અંગે માહિતી પૂરી પાડી હતી. એડવાઈઝરીમાં દૂતાવાસે જણાવ્યું હતું કે કતરમાં મુસાફરીમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે નોંધણી લિંક ખોલવામાં આવી છે. આ લિંક તેમને સાઉદી અરેબિયાના કામચલાઉ ટ્રાન્ઝિટ વિઝા મેળવવામાં મદદ કરશે.
સુવિધા ફક્ત કતરમાં મુસાફરીમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે જ ઉપલબ્ધ
દૂતાવાસે જણાવ્યું હતું કે આ સુવિધા ફક્ત કતરમાં મુસાફરીમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે જ ઉપલબ્ધ છે અને જેમણે સાઉદી અરેબિયાની આગળની મુસાફરી માટે પુષ્ટિ કરેલી ટિકિટ છે. આવા વ્યક્તિઓ આપેલ લિંક પર નોંધણી કરાવી શકે છે. દૂતાવાસે એ પણ માહિતી આપી હતી કે કતરના ગૃહ મંત્રાલયે જાહેરાત કરી છે કે કતારના બધા સમાપ્ત થયેલા અથવા સમાપ્ત થવાના છે તેવા એન્ટ્રી વિઝા એક મહિના માટે લંબાવવામાં આવ્યા છે.
રોડ માર્ગે સાઉદી અરેબિયા છોડવાનો વિકલ્પ હાલમાં ખુલ્લો
આ નિર્ણય 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ અમલમાં આવ્યો હતો. તેમજ પરિસ્થિતિના આધારે તેને વધુ લંબાવવામાં આવી શકે છે. ભારતીય નાગરિકોને એ પણ જાણ કરવામાં આવી છે કે કટોકટીની સ્થિતિમાં, સલ્વા બોર્ડર ક્રોસિંગ દ્વારા રોડ માર્ગે સાઉદી અરેબિયા છોડવાનો વિકલ્પ હાલમાં ખુલ્લો છે.