તહેરાનઃ પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે અમેરિકા અને ઈઝરાયલની સંયુક્ત કાર્યવાહીમાં નિરંતર હુમલા કરવાનું ઈરાન પર ચાલુ છે. ઈરાને પણ અનેક ખાડી દેશોને ટાર્ગેટ કર્યા છે, જ્યારે બીજા દિવસે યુદ્ધ ચાલુ છે, જેમાં ઈરાનને સૌથી મોટો ફટકો પડ્યો છે. દેશના સુપ્રીમ લીડરની હત્યા પછી તાબડતોબ વચગાળાના સુપ્રીમ લીડરની પસંદગી કરી છે. સિનિયર ધર્મગુરુ આયાતુલ્લાહ અલીરેજા અરાફીને (અલી ખામેનેઈની હત્યા પછી) ઈરાનના વચગાળાના સુપ્રીમ લીડર તરીકે નિયુક્તિ કરી છે, એમ ઈરાનની સરકારી એજન્સી જણાવ્યું છે. અરાફી અત્યારે હંગામી નેતૃત્વ પરિષદનો ભાગ છે અને નવા સુપ્રીમ લીડરની પસંદગી કરવામાં આવે નહીં, ત્યાં સુધી દેશનું નેતૃત્વ સંભાળશે.
પરિષદમાં રાષ્ટ્રપતિ, મુખ્ય ન્યાયાધીશનો પણ સમાવેશ
આયાતુલ્લાહ અલીરેજા અરાફી ઈરાનના વરિષ્ઠ ધર્મગુરુ પૈકીના એક નેતા માનવામાં આવે છે. વયગાળાની નેતૃત્વ પરિષદમાં ન્યાયવિદ સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આ પરિષદમાં હવે સુપ્રીમ લીડર તરીકેની જવાબદારી સંભાળશે. આયાતુલ્લાહ અલીરેજા અરાફીને વચગાળાની નેતૃત્વ પરિષદમાં જ્યુરિસ્ટ મેમ્બર તરીકે નિયુક્તિ કરી છે. આ પરિષદ સંક્રમણ સમયગાળા દરમિયાન સર્વોચ્ચ નેતા તરીકેની તમામ ફરજો સંભાળશે. જોકે, ઈરાનના બંધારણ મુજબ વચગાળાની પરિષદમાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, મુખ્ય ન્યાયાધીશ ગુલામ હુસૈન મોહસેની અને ગાર્ડિયન કાઉન્સિલના એક મૌલવીનો પણ સમાવેશ થાય છે. આ ત્રણ સાથે મળીને દેશ ચલાવશે.
Ayatollah Alireza Arafi
આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવાના હિમાયતી
અલીરેજા અરાફીનો જન્મ 1959માં થયો છે. તેઓ ઈરાનના યજ્દ શહેરમાં રહેનારા મોટા ધર્મગુરુ છે. અરાફીને આયાતુલ્લાહની ઉપાધિ આપવામાં આવી છે, જે શિયા મુસ્લિમ ધર્મગુરુઓને આપવામાં આવે છે, જે મોટું સન્માન પણ ગણાય છે. ઈરાનમાં સુપ્રીમ લીડર બનવા માટે સામાન્ય રીતે આયાતુલ્લાહ હોવાનું જરુરી મનાય છે. અરાફી પહેલાથી અલ-મુસ્તફા ઈન્ટરનેશનલ યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂક્યા છે. તેઓ મેયબોદ શહેરમાં જુમ્માની નમાઝના ઈમામ પણ રહી ચૂક્યા છે.
વર્ષ 2013થી તેઓ કોમ શહેરમાં જુમ્માની નમાઝ પણ શિખવે છે અને 2019માં તેઓ ગાર્જિયન કાઉન્સિલના સભ્ય બન્યા હતા. 67 વર્ષના અરાફી આયાતુલ્લાહ અલી ખામેનેઈના નજીકના સભ્ય પણ મનાય છે. 2015માં તેમણે તહેરાન એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સની ચૂંટણી લડયા હતા, જેમાં હાર્યા હતા પણ 2021 આ જ સંસ્થાના સભ્ય બન્યા. ધાર્મિક સંસ્થાઓને આધુનિક ટેક્નિક અને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ ઉપયોગ કરવાનું પણ દૃઢપણે માને છે.
AI Generated Images
હિઝબુલ્લાહને મજબૂત કરવામાં મહત્ત્વની હતી ભૂમિકા
ખામેનેઈના મૃત્યુ પછી આ પરિષદ સંયુક્ત રીતે દેશનો હવાલો સંભાળશે કારણ કે ઈરાન સંક્રમણના સમયગાળામાં પ્રવેશ કરશે. 1989થી ઈરાન પર શાસન કરનારા 86 વર્ષના ખામેનેઈ અમેરિકા-ઈઝરાયલના હુમલામાં માર્યા ગયા હતા. યુએસ-ઈઝરાયલે લશ્કરી ઠેકાણાની સાથે વરિષ્ઠ લીડરના સ્થાનોને નિશાન બનાવ્યા હતા, જેમાં સંરક્ષણ પ્રધાન અમીર નાસરેઝાદેહ અને કમાન્ડર ઈન ચીફ મહોમમ્દ પાકપુર સાથે સંકળાયેલા સ્થળોનો પણ સમાવેશ થાય છે. આ હુમલા અંગે જણાવ્યું છે વાયુ સેના દ્વારા સેંકડો લડાકુ વિમાનોએ ઈરાનના સુપ્રીમ પર એટેક કર્યો હતો, જેમાં શહીદ થયા છે.
ઈઝરાયલે કહ્યું હતું કે ઈરાનના સુપ્રીમો મધ્ય પૂર્વમાં ઈરાની કટ્ટરવાદી સમર્થિત જૂથમાં ખાસ હિઝબુલ્લાહને મજબૂત કરવા અને નાણાકીય સહાય કરવામાં તેમની ભૂમિકા મહત્ત્વની હતી. ઈરાનના સુપ્રીમો આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા પહેલા એક પોસ્ટ લખી હતી એ વાયરલ થઈ છે. ફારસીમાં લખેલી પોસ્ટમાં લખ્યું છે ઈમાનવાલો મેં એસ લોગ ભી હૈ, જિન્હોને અલ્લાહ સે જો વાદા કિયા થા ઉસે પૂરા કર દિખાયા.
30 કલાકના ઓપરેશનમાં 40 દિગ્ગજ લોકો માર્યાં ગયા
લગભગ 30 કલાકથી જારી અમેરિકા-ઈઝરાયલના નોનસ્ટોપ હુમલામાં અત્યાર સુધીમાં ઈરાનના સુપ્રીમો લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈ અને તેમના પરિવારના અનેક લોકો, સંરક્ષણ મંત્રી, ઈરાની આર્મ્ડ ફોર્સીસના ચીફ ઓફ સ્ટાફ જનરલ અબ્દુલરહીમ મોસાવી, આઈઆરજીસી કમાન્ડર ઈન ચીફ મોહમ્મદ પાકપુર, સિનિયર સુરક્ષા સલાહકાર અલી શમખાની, મિલિટરી ઈન્ટેલિજન્સ ચીફ સાલાહ અસદી, સુપ્રીમ લીડરના મિલિટરી બ્યુરોના પ્રમુખ મોહમ્મદ શિરાજી માર્યા ગયા છે.