Thu Jun 18 2026

Logo

ઈરાનમાં અત્યાર સુધી  600 સ્કૂલો તબાહ, તેલઅવીવ પર ઈરાનના મોટા હુમલા

Tehran   2026-04-03 17:12:59
Author: Chandrakant Kanoja
Article Image

AI Jazeera


તહેરાન: મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાન અને ઈઝરાયલમાં સ્થિતી વધુ સ્ફોટક બની રહી છે. જેમાં ઈરાનને દાવો કર્યો છે કે આ હુમલામાં અત્યાર સુધી 600 થી વધુ સ્કૂલો તબાહ થઇ છે. ટઑ બીજી તરફ આઇઆરજીસીસે દાવો કર્યો છે તેણે ઈઝરાયલના તેલ અવીવ ભારે નુકશાન કર્યું છે.  

ઈરાનમાં હુમલાઓમાં શાળાની ઇમારતોને ભારે નુકસાન થયું 

આ અંગે ઈરાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર અમેરિકા ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓથી અત્યાર સુધીમાં ઈરાનમાં  600 થી વધુ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ પ્રભાવિત થઈ છે. ઈરાની અધિકારીઓનું કહેવું છે કે આ હુમલાઓમાં શાળાની ઇમારતોને ભારે નુકસાન થયું છે. જેના કારણે બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી છે. તેમજ અનેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જાનહાનિના અહેવાલો પણ આવ્યા છે. આ ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને ઈરાને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ મુદ્દા પર ધ્યાન આપવા અને પગલાં લેવા હાકલ કરી છે. આ દરમિયાન સતત હુમલાઓને કારણે દેશની શિક્ષણ વ્યવસ્થા પણ ભારે ખોરવાઈ રહી છે.

ઇરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધ્યો

જ્યારે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડસે  તેલ અવીવ અને ઈલાતમાં ઇઝરાયલી લશ્કરી દળો અને સંરક્ષણ ઔદ્યોગિક કંપનીઓ પર નવા હુમલાઓ કરીને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો છે. IRGCએ જણાવ્યું હતું કે આ હવાઈ હુમલાઓમાં ઇઝરાયલી બેઝ અને સાધનો પર હુમલા કરવામાં આવ્યો હતો. જ્યારે ઇઝરાયલ  તરફથી આ દાવાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.