Thu Jun 18 2026

Logo

IPL 2026: SRH સામે વિરાટ કોહલીની ધમાકેદાર ઇનિગ્સ! આ રેકોર્ડ તોડ્યા

2026-03-29 11:53:00
Author: Savan Zalariya
Article Image

બેંગલુરુ: ગઈ કાલે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026ની પહેલી મેચમાં વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ રમીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)ને જીત અપાવી. વિરાટે 38 બોલમાં અણનમ 69 રન બનાવ્યા, જેમાં તેણે 5 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. આ ઇનિંગ સાથે વિરાટે IPLમાં કેટલાક રેકોર્ડ બનાવ્યા. 

રન ચેઝ કરતા 4,000 રન:
નોંધનીય છે કે વિરાટ કોહલીને ‘ચેઝ માસ્ટર’ તરીકે ઓળખવામાં આવે છે, ગઈ કાલે ફરી તેણે આ વાત સાબિત કરી. વિરાટ ઓપનીંગમાં બેટિંગ કરવા આવ્યો અને વિનિંગ શોટ પણ તેણે જ ફટકાર્યો. વિરાટ IPLમાં ચેઝ કરતી વખતે 4,000 રન પુરા કર્યા છે, આ સાથે IPLમાં ચેઝ કરતી વખતે 4,000 તે બનાવનાર વિરાટ પહેલો બેટર બન્યો છે. 

IPL કારકિર્દીમાં કુલ 4000 રન બનાવવા કોઈ પણ ખેલાડી માટે મોટી વાત હોય છે, એવામાં વિરાટે માત્ર રન ચેઝ કરતી વખતે જ આ આંકડો બનાવ્યો છે. 

આ મામલે વિરાટ બાદ ડેવિડ વોર્નરનો નંબર આવે છે, તેને IPLમાં રન ચેઝ કરતા 3,285 રન બનાવ્યા છે. ત્યાર બાદ રોહિત શર્મા 3,238 રન સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે છે.

સફળ રન ચેઝ કરતા સૌથી વધુ 50+ સ્કોર:
IPLમાં સફળ રન ચેઝ દરમિયાન સૌથી વધુ 50+ સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ વિરાટે પોતાના નામે કર્યો છે. વિરાટે આ મામલે ડેવિડ વોર્નર અને શિખર ધવનને પાછળ છોડ્યા છે. વિરાટે IPLમાં સફળ રન ચેઝ દરમિયાન 21 વખત 50+ સ્કોર બનાવ્યો છે, જ્યારે ડેવિડ વોર્નર અને શિખર ધવને સફળ રન ચેઝ દરમિયાન 20-20 વખત 50+ સ્કોર બનાવ્યા છે. 

ગૌતમ ગંભીરે IPLમાં સફળ રન ચેઝમાં 18 વખત 50+ રન બનાવ્યા છે. રોહિત શર્માએ IPLમાં સફળ રન ચેઝમાં 16 વખત 50+ રન સ્કોર નોંધાવ્યો છે.

આ મામલે સંજુ સેમસનને પાછળ છોડ્યો:
ગઈ કાલની 69 રનની ઇનિંગને ધ્યાનમાં લઈએ તો વિરાટ કોહલીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીએ IPLમાં SRH સામે અત્યાર સુધી 874 રન બનાવ્યા છે. સંજુ સેમસનએ SRH સામે 867 રન બનાવ્યા છે.