મુંબઈ ઈન્ડિયન્સ કોની સાથે ટકરાશે, જાણો
નવી દિલ્હીઃ ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ચેમ્પિયન બન્યા પછી ઘરઆંગણે રમાનારી આઈપીએલ મેચનું શેડ્યૂલ જાહેર કરવામાં કરવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026ના પહેલી 20 મેચનો કાર્યક્રમ જાહેર કર્યો છે.
12 એપ્રિલ સુધીની મેચનો કાર્યક્રમ જાહેર કરાયો છે. બીસીસીઆઈના સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ જાહેરાત કરી હતી. આઈપીએલની 19મી સીઝન 28 માર્ચથી 31 મે સુધી ચાલશે, જ્યારે શરૂઆતમાં મેચ 26 માર્ચથી 30 મે વચ્ચે યોજાવાની હતી.
સૈકિયાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે "અમે 12 એપ્રિલ સુધીના આઈપીએલ 2026ના કાર્યક્રમની જાહેરાત કરી છે. એવું માનવામાં આવે છે કે ટુર્નામેન્ટના બાકીના શિડ્યૂલની જાહેરાત બાદમાં કરવામાં આવશે, કારણ કે બીસીસીઆઈ પશ્ચિમ બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીઓ સાથે ટકરાવ ટાળવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમ છતાં ટીમોએ તેમની પ્રી-સીઝન તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આઈપીએલનો 20 મેચનો કાર્યક્રમ
.28, માર્ચ, શનિવાર-રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ, બેંગલુરુ
. 29, માર્ચ, રવિવાર-મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઇડર્સ, મુંબઈ
. 30, માર્ચ, સોમવાર-રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ, ગુવાહાટી
. 31 માર્ચ, મંગળવાર-પંજાબ કિંગ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, મુલ્લાનપુર
. 1, એપ્રિલ, બુધવાર-લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, લખનઉ
. 2, એપ્રિલ,ગુરુવાર-કોલકાતા નાઈટ રાઇડર્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ, કોલકાતા
. 3, એપ્રિલ, શુક્રવાર-ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ, ચેન્નઈ
. 4, એપ્રિલ, શનિવાર-દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, નવી દિલ્હી
. 4, એપ્રિલ, શનિવાર-ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ અમદાવાદ
. 5, એપ્રિલ, રવિવાર-સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ લખનઉ સુપર જાયન્ટ્સ, હૈદરાબાદ
. 5, એપ્રિલ, રવિવાર-રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ, બેંગલુરુ
. 6, એપ્રિલ, સોમવાર-કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ, કોલકાતા
. 7, એપ્રિલ, મંગળવાર-રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, ગુવાહાટી
. 8, એપ્રિલ, બુધવાર- દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ દિલ્હી
. 9, એપ્રિલ, ગુરુવાર-કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ લખનઉ સુપર જાયન્ટ્સ, કોલકાતા
. 10, એપ્રિલ, શુક્રવાર- રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ગુવાહાટી
. 11, એપ્રિલ, શનિવાર-પંજાબ કિંગ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ, મુલ્લાનપુર
. 11, એપ્રિલ, શનિવાર-ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, ચેન્નઈ
. 12, એપ્રિલ-રવિવાર-લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, લખનઉ
. 12, એપ્રિલ, રવિવાર-મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, મુંબઈ