Thu Jun 18 2026

Logo

દુબઈ સુરક્ષિત નથી? યુદ્ધ બાદ રોકાણકારોએ રાતોરાત કરોડો રૂપિયા સિંગાપોર શિફ્ટ કર્યા!

Dubai   2026-03-06 13:29:00
Author: Savan Zalariya
Article Image

દુબઈ: યુએસ અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કરીને છેડેલા યુદ્ધમાં યુનાઇટેડ અરબ અમીરાત (UAE) પણ લપેટાઈ ગયું છે. દુબઈ પર પણ ઈરાનની કેટલીક મિસાઈલ અને ડ્રોન પડ્યા હતાં, જેને કારણે દુબઈના રહેવાસીઓ અને ત્યાં ફરવા ગયેલા પ્રવાસીઓમાં ગભરાટનો માહોલ છે. આ યુદ્ધ લાંબો સમય ચાલે એવી શક્યતા છે, એવામાં અહેવાલ છે કે ભારતીયો દુબાઈમાંથી રૂપિયા અન્ય દેશોમાં શિફ્ટ કરી રહ્યા છે

જાણકારોના મત મુજબ દુબઈને સલામત આશ્રયસ્થાન માનવામાં આવે છે, પરંતુ તાજેતરમાં શરુ થયેલા યુદ્ધને કારણે રોકાણકારો ચિંતામાં છે, જેના કારણે ઘણા એશિય ઉદ્યોગપતિઓ દુબઈમાં જમા કરાવેલી રકમ સિંગાપોર અને હોંગકોંગમાં ખસેડી રહ્યા છે. અહેવાલ મુજબ વકિલો અને નાણાંકીય બાબતો નિષ્ણાતોને નાણા ખસેડવા માટે સલાહ લેવા માટે સતત ફોન આવી રહ્યા છે.  

સિંગાપોર સ્થિત એક વકીલના જણાવ્યા મુજબ દુબઈ સ્થિત તેમના 20 ક્લાઈન્ટમાંથી છ એ આ અઠવાડિયે તેમનો સંપર્ક કર્યો હતો, જેમાંથી ત્રણ તાત્કાલિક સંપત્તિ અન્ય દેશમાં ટ્રાન્સફર કરવાની યોજના બનાવી રહ્યા હતા. દરેક પાસે સરેરાશ $50 મિલિયનથી વધુની સંપત્તિ છે. 

ભારતીય એન્ટરપ્રેન્યોર્સે સિંગાપોર નાણા ટ્રાન્સફર કર્યા:
એક અહેવાલમાં જણાવવામાં આવ્યું કે બે ભારતીય એન્ટરપ્રેન્યોરે સંભવિત જોખમથી બચવા માટે દુબઈના  બેંક ખાતામાંથી $100,000 થી વધુની રકમ સિંગાપોરમાં ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. 

અહેવાલમાં એન્ટરપ્રેન્યોર્સનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. બંનેમેથી એક એન્ટરપ્રેન્યોરે જણાવ્યું કે ટેકનીકલ ખામીને કારણે નાણા ટ્રાન્સફર થઇ શક્યા ન હતાં, ત્યર બાદ બીજા પ્રયાસમાં દુબઈ સ્થિત બેંક દ્વાર તેના સિંગાપોરની એક બેંકમાં ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

નાણા રોકવા દુબઈ પસંદગીનું કેન્દ્ર
નોંધનીય છે કે ઉદ્યોગપતિઓ ટેક્સ, નિયમો, પ્રાઈવસી અને ઓપરેશનને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રદેશમાં રોકાણ કરતા હોય છે. તાજેતરના વર્ષોમાં દુબઈ નાણા રોકવા માટે પસંદગીનું કેન્દ્ર બન્યું છે, ખાસ કરીને ભારત અને ચીનના ઉદ્યોગસાહસિકો અને શ્રીમંત પરિવારો દુબઈની પોલિસીઓનો લાભ લઇ રહ્યા છે.