Thu Jun 18 2026

Logo

કેનેડામાં ભારતીય યુટ્યુબર નેન્સી ગ્રેવાલની છરીના ઘા ઝીંકી હત્યા: ખાલિસ્તાનીઓ પર શંકા

LA SALE   2026-03-05 15:32:17
Author: Savan Zalaria
Article Image

લા સાલે:  કેનેડામાં ભારતીય મૂળના લોકો સામે વધી રહેલા હિંસાના બનાવો વચ્ચે એક આઘાતજનક ઘટના બની છે, 45 ભારતીય યુટ્યુબર નેન્સી ગ્રેવાલની કેનેડાનાં કેનેડાના ઓન્ટારિયોમાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. શંકા છે કે ખાલીસ્તાન સમર્થકો દ્વારા આ હત્યા નીપજાવવામાં આવી હોઈ શકે છે. 

કેનેડિયન પોલીસે આપેલી માહિતી મુજબ આ ઘટના મંગળવારે રાત્રે 9:30 વાગ્યે કોઈ વ્યક્તિ પર છરી વડે હુમલો થયો હોવાનો અહેવાલ મળ્યો હતો, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે એક મહિલા લોહી લુહાણ હાલતમાં પડેલી હતી, ઈમરજન્સી હેલ્થ ટીમો તેને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી. પોલીસ તાપસમાં તેની ઓળખ યુટ્યુબર નેન્સી ગ્રેવાલ તરીકે થઇ હતી.

પોલિસે તાપસ શરુ કરી:

પોલીસે આ ઘટનાની તપાસ શરુ કરી છે, પોલીસે બે ઘરોને ઘેરી લીધા છે, પોલીસે કટેલાક પુરાવા જપ્ત કર્યા છે. પોલીસ શંકાસ્પદ હુમલાખોરોની શોધ કરી રહી છે. પોલીસ નજીકના ઘરોના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે, પોલીસે અપીલ કરી છે જો કોઈપણ વ્યક્તિ પાસે આ ઘટના અંગે કોઈ પણ જાણકારી હોય તો પોલીસનો સંપર્ક કરે. એવી શંકા છે આ હત્યા પાછળ ખાલીસ્તાન સમર્થકોનો હાથ હોઈ શકે છે.

ખાલીસ્તાનીઓ સામે શંકા:

નોંધનીય છે કે, નેન્સી ગ્રેવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહેતી અને પંજાબ બનતી ઘટના વિષે પોતાનાના મંતવ્યો આપતી રહેતી. તેણે જેલમાં બંધ સાંસદ અમૃતપાલ સિંહ, અકાલી નેતા બિક્રમ સિંહ મજીઠિયા અને ડેરા બિયાસના ગુરિન્દર સિંહ ધિલ્લોન વિરુદ્ધ નિવેદનો આપ્યા હતાં. નોંધનીય છે કે અમૃતપાલ સિંહ ખાલિસ્તાનના પ્રખર સમર્થક છે.
નેન્સી ગ્રેવાલ સોશિયલ મીડિયા પોસ્ટ પર ખાલિસ્તાનીઓની પણ ટીકા કરી હતી. નેન્સીએ ભારત અને કેનેડા વચ્ચે ઉભા થયેલા રાજદ્વારીય તણાવ વિષે પણ ખુલ્લીને વાત કરી હતી.