Mon Aug 10 2026

Logo

સચિન-વિરાટ ગદગદ, ધોનીએ ગંભીર માટે લખ્યો ખાસ મેસેજ; ભારતની જીત પર દિગ્ગજોએ અભિનંદન પાઠવ્યા

2026-03-09 11:23:00
Author: Savan Zalariya
Article Image

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે, ભારતીય ટીમ સતત બે T20 વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ટીમ બની છે, આ સાથે ભરતીય ટીમ ત્રણ વખત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનનાર પહેલી ટીમ બની છે. 

દુનિયાભરના ક્રિકેટ ચાહકો ભારતીય ટીમને અભિનંદન પાઠવી રહ્યા છે, ક્રિકેટના દીગ્ગજોએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતીય ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન આપી રહ્યા છે.

સચિન તેંદુલકરે ટીમને શાબાશી આપી:
ગોડ ઓફ ક્રિકેટ તરીકે જાણીતા દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદુલકરે X પર પોસ્ટ કરી ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા. તેમણે લખ્યું, “T20 ફોર્મેટમાં પહેલી વાર કોઈ ટીમે સતત બે વખત વર્લ્ડ કપ જીત્યો, આ ટીમ આ ટ્રોફી માટે સંપૂર્ણ લાયક અને હકદાર છે. આપણી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. શાબાશ, ટીમ ઈન્ડિયા. જય હિન્દ!”
 

સૌરવ ગાંગુલી ખુશ:
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમને અભિનંદન પાઠવતા X પર લખ્યું, “T20 વર્લ્ડ કપ જીતવા બદલ ભારતને અભિનંદન.. ખૂબ જ તાકતવર ટીમ.. મોટી મેચમાં વધુ સારું પ્રદર્શન કરી રહી છે.. ભારતીય ક્રિકેટ એક મહાન સ્તરે પહોંચ્યું છે. મહિલા ટીમ ચેમ્પિયન બની, અંડર 19 ટીમ ચેમ્પિયન બની અને હવે પુરુષોની ટી20 ટીમ ચેમ્પિયન બની.”
 


એમ એસ ધોનીએ ગંભીરને ખાસ મેસેજ આપ્યો:
ભારતીય ટીમને વર્ષમાં 2007માં T20 વર્લ્ડ કપ અને 2011માં ODI વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવનાર કેપ્ટન એમ એસ ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ટીમને અભિનંદન પાઠવ્યા અને કેપ્શનમાં ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર માટે એક ખાસ મેસેજ પણ લખ્યો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by M S Dhoni (@mahi7781)

એમ એસ ધોનીએ લખ્યું, “અમદાવાદમાં ઇતિહાસ રચાયો, ટીમ અને સપોર્ટ સ્ટાફ અને વિશ્વભરમાં ભારતીય ક્રિકેટ ટીમના તમામ ચાહકોને ખૂબ ખૂબ અભિનંદન. ટીમને રમતા જોઈને ખૂબ આનંદ થયો. કોચ સાહેબના ચહેરા પર સ્મિત ખૂબ જ સુંદર લાગી રહી છે, સ્મિત સાથે જુસ્સાનું એક અદ્ભુત સંયોજન છે, ખૂબ જ સરસ. (બુમરાહ કે બારે મેં કુછ ના લખું તો હી અચ્છા હૈ. ચેમ્પિયન બોલર)”

યુવરાજ સિંહ તમામના યોગદાનને બિરદાવ્યું:
ભારતીય ટીમને વર્ષમાં 2007માં T20 વર્લ્ડ કપ અને 2011માં ODI વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવરાજ સિંહે X પર પોસ્ટ કરીને ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા. તેણે પ્લેઇંગ ઇલેવનના દરેક ખેલાડીના યોગદાનને બિરદાવ્યું , તેમણે લખ્યું કે ફાઇનલ મેચમાં પ્રદર્શન સંપૂર્ણ ટીમના સહિયારા પ્રયાસનું પરિણામ હતું.

 

કિંગ કોહલી ગદગદ:
વિશ્વના સૌથી મહાન બેટરમાંના એક વિરાટ કોહલીએ X પર પોસ્ટ કરી અસાધારણ સિદ્ધિ માટે ભારતીય ટીમના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન પાઠવ્યા. 
વિરાટે લખ્યું, “ચેમ્પિયન્સ. અમદાવાદમાં ભારતીય ટીમની અસાધારણ જીત. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ટીમે રમેલા વિસ્ફોટક ક્રિકેટનો કોઈ જોડ નથી. ખેલાડીઓએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં લડતા રહેવા અને ફરી એકવાર વિશ્વ ચેમ્પિયન બનવા માટેનો જુસ્સો દર્શાવ્યો. આ સિદ્ધિ હાંસલ કરવા બદલ તમામ ખેલાડીઓ અને મેનેજમેન્ટના તમામ સભ્યોને અભિનંદન. જય હિન્દ,”