Fri Sep 04 2026

Logo

પાકિસ્તાને ફીલ્ડિંગ પસંદ કરી, અભિષેક-ઇશાનના સુપર-શૉને ગણતરીની મિનિટો બાકી

colambo   2026-02-15 18:57:47
Author: Ajay Motiwala
પાકિસ્તાને ફીલ્ડિંગ પસંદ કરી, અભિષેક-ઇશાનના સુપર-શૉને ગણતરીની મિનિટો બાકી

કોલંબોઃ ભારત સામેની ટી-20 વર્લ્ડ કપ મૅચમાં પાકિસ્તાને (Pakistan) ટૉસ (TOSS) જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે. ભારતને પ્રથમ બૅટિંગ મળી છે અને કમબૅકમૅન અભિષેક શર્મા તથા ઇશાન કિશનના ઓપનિંગ-શૉની શરૂઆતને હવે ગણતરીની મિનિટો બાકી છે. સૂર્યકુમારે સિક્કો ઉછાળ્યો હતો જે સરકીને ખૂબ દૂર પડ્યો હતો. સલમાને હેડ્સનો કૉલ આપ્યો હતો અને હેડ્સ પડતાં તેણે પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય જણાવ્યો હતો.

ભારતે (India) ટીમમાં બે ફેરફાર કર્યા છે. સંજુ સૅમસનના સ્થાને અભિષેક શર્માને પ્લેઇંગ-ઇલેવનમાં ફરી સ્થાન આપવામાં આવ્યું છે. પેસ બોલર અર્શદીપ સિંહના સ્થાને રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવને ટીમમાં સમાવવામાં આવ્યો છે.

ભારતીય ટીમમાં કુલ ચાર સ્પિનરનો સમાવેશ છે. કુલદીપ ઉપરાંત વર્લ્ડ નંબર-વન બોલર વરુણ ચક્રવર્તી તથા વાઇસ-કૅપ્ટન અક્ષર પટેલ તેમ જ પાર્ટ-ટાઇમ સ્પિનર અભિષેક શર્મા ટીમના ચાર સ્પિનર તેમ જ જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડયા અને શિવમ દુબે ત્રણ પેસ બોલર છે. એ રીતે, ભારતીય ટીમમાં કુલ સાત બોલર સામેલ છે.

બન્ને દેશની પ્લેઇંગ-ઇલેવનઃ

ભારતઃ સૂર્યકુમાર (કૅપ્ટન), ઇશાન (વિકેટકીપર), અભિષેક, તિલક, હાર્દિક, શિવમ, રિન્કુ, અક્ષર, કુલદીપ, વરુણ અને બુમરાહ.

પાકિસ્તાનઃ સલમાન આગા (કૅપ્ટન), ઉસ્માન ખાન (વિકેટકીપર), સાહિબઝાદા, સઇમ, બાબર, શાદાબ, નવાઝ, ફહીમ, આફ્રિદી, તારિક અને અબ્રાર.