(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: એફઆઇઆઇની એકધારી વેચવાલી માટે એક મહત્ત્વનું કારણ ઊંચા વેલ્યુએશન ગણવામાં આવે છે. જોકે, પશ્ચિમ એશિયાના સંકટને કારણે શેરબજારમાં નોંધાયેલા જોરદાર કડાકાએ ભારતનું મૂલ્યાંકન ટોચના સ્તરથી ઘટાડયું હોવા છતાં બજાર એશિયન સાથીઓમાં બીજા ક્રમનું સૌથી મોંઘુ બજાર રહ્યું છે.
શેરબજારના નિષ્ણાતો આને માટે પીઇ રેશિયોને માપદંઢ ગણાવી રહ્યું છે. ભારતનો નિફ્ટીનો પાછલા બાર મહિનાનો પ્રાઇસ યુ અર્નિંગ (પીઈ) રેશિયો બ્લૂમબર્ગ ડેટા મુજબ ૫ાંચ વર્ષ અને ૧૦ વર્ષની સરેરાશ કરતા ઓછો છે. ભારતનો પીઇ રેશિયો ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા અને ચીન કરતા વધારે છે.
ફેબ્રુઆરીના અંતમાં યુદ્ધ ફાટી નીકળ્યા પછી નિફ્ટી આઠ ટકાથી વધુ ઘટયો છે, જે મલેશિયા, ચીન, સિંગાપોર, હોંગકોંગ અને તાઇવાન જેવા દેશોમાં નોંધાયેલા એકથી છ ટકાના ઘટાડા કરતા વધુ તીવ્ર છે. જોકે, અન્ય નબળા પ્રદર્શન કરનારા દેશો પણ છે, જેમને ભારત કરતાં પણ નબળો દેખાવ કર્યો હતો. જાપાન, દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયામાં હેડલાઇન સૂચકાંકો આ જ સમયગાળા દરમિયાન ૯ -નવથી૧૩ ટકાની આસપાસ નીચે ઉતર્યા હતા.
બજાર નિષ્ણાતોના મતે ભારત ઘણા લાંબા સમયથી વૈશ્વિક મોરચે મોંઘું બજાર રહ્યું છે. પરંતુ, એકલ બિંદુથી, ઘણા લોકો હજુ પણ દેશના અંતર્ગત વિકાસને ધ્યાનમાં લેતા તેને વાજબી કહે છે. મોટાભાગના નિષ્ણાતો માને છે કે ભારતનું મૂલ્યાંકન હંમેશા તેજી અને મંદી બજારના દ્રશ્યોમાં વધારે રહ્યું છે.
ભારતીય બજારના પ્રીમિયમ ઐતિહાસિક રીતે જે રેન્જમાં રહ્યા છે તેના કરતાં નીચા સ્તરે છે. કોર્પોરેટ બેલેન્સ શીટ અને ભારતીય કંપનીઓના ઇક્વિટી પર વળતરની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને આ વાજબી છે. જો કે, ચિંતા એ છે કે જો યુદ્ધ લંબાય છે, તો કોર્પોરેટ કમાણી ઘટી શકે છે અને મૂલ્યાંકનને અલગ સંદર્ભમાં જોવું પડશે.
નિષ્ણાતો માને છે કે મૂલ્યાંકનને ચોક્કસ દેશમાં સામાન્ય વ્યાજ દરો અને હેડલાઇન ઇન્ડેક્સ દ્વારા રજૂ થતી કમાણી વૃદ્ધિના પ્રકાશમાં જોવું જોઈએ. આ પરિબળોને જોયા વિના આપણે ભારતના મૂલ્યાંકનની તુલના કોરિયા, ચીન અથવા યુએસ સાથે કરી શકતા નથી. જો કમાણી વૃદ્ધિ પકડે છે અથવા મજબૂત બને છે, તો મૂલ્યાંકન વધુ સારું રહેશે.