નવી દિલ્હીઃ ઈરાન-અમેરિકા વચ્ચે થયેલા યુદ્ધના કારણે દેશભરમાં મોંઘવારીનો માર વધી રહ્યો છે. મોંઘવારી સતત વધતી જાય છે, જેની અસર હવે એવિએશન સેક્ટર પર સ્પષ્ટ દેખાઈ રહી છે. દૈનિક ફ્લાઈટ ઑપરેશન રોકવાનો વારો આવ્યો છે. તાજેતરમાં એર ઈન્ડિયાએ પણ પોતાની કેટલીક ફ્લાઈટ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. મિડલ ઈસ્ટમાં વણસી રહેલા હાલાતની અસર ભારત પર ઝડપથી પડી રહી છે, જેથી દરરોજ કોઈને કોઈ રીતે મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે.
ફ્લાઈટ ઑપરેશન ઘટ્યા
એવિએશન ટર્બાઈન ફ્યૂલની કિંમતમાં વધારો થતા ફ્લાઈટ ઑપરેશનને અસર થઈ છે. આની સીધી અસર એવિએશન ઈન્ડસ્ટ્રી પર પડી રહી છે. એરલાઈન્સ કંપનીઓ હવે ફ્લાઈટ ઑપરેશનમાં ઘટાડો કરવા મન બનાવી રહી છે. એરઈન્ડિયાએ પોતાના દૈનિક ફ્લાઈટ ઑપરેશનમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં એર ઈન્ડિયા દૈનિક ધોરણે ઈન્ટરનેશલ અને નેશનલ એમ બન્ને સેક્ટરમાં કુલ મળી 1100 ફ્લાઈટ ઑપેરશન કરે છે. હવે નવા નિર્ણય અનુસાર આમાંથી 100 ફ્લાઈટ કેન્સલ કરી દેવામાં આવી છે. આ ઘટાડો જુન મહિના સુધી યથાવત રહેશે.

આ કારણે વધારે ફ્યૂલ વપરાય છે
ઈંઘણની કિંમતમાં થયેલા વધારાને કારણે પાકિસ્તાનની એરસ્પેસ બંધ છે, જેના કારણે હવે ભારતથી ઉડાન ભરતી અનેક ફ્લાઈટ યુરોપ, નોર્થ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપુરની ફ્લાઈટને લાંબા રૂટ પરથી જવું પડે છે. આના કારણે ફ્યૂલનો વપરાશ વધારે થાય છે. આ સાથે ક્રૂ મેમ્બર્સનો ખર્ચો પણ વધી રહ્યો છે. આ કારણે એકસાથે 100 ફ્લાઈટ કેન્સર કરવાનો નિર્ણય લેવાયો છે. શુક્રવારે એવિએશન ટર્બાઈન ફ્યૂલની કિંમત 136,082 રૂપિયાથી વધીને 143,335 રૂપિયા થઈ ગઈ હતી. સતત બીજા મહિને 5.33 ટકાનો વધારો થયો છે. આ પહેલા ઈન્ડિગો, એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટની વાત કરતા ફેડરેશન ઓફ ઈન્ડિયન એરલાઈન્સે ચેતવણી આપી હતી. સરકાર હવે આ દિશામાં કોઈ પગલું નહીં લે તો ફ્લાઈટ સસ્પેન્ડ જ રહેશે
યુદ્ધે માહોલ બગાડ્યો
મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત માહોલ વચ્ચે અખાતી દેશ તરફ જતી ફ્લાઈટમાં પણ ઘણી અનિશ્ચિતા રહેલી હતી. એ પછી દુબઈ અને સાઉદી જેવા શહેરોએ ફ્લાઈટ ઑપરેશન શરૂ કરતા અન્ય દેશ માટે હવાઈ પરિવહન સેવા શરૂ થઈ હતી. બીજી તરફ સતત વધતી જતી ટિકિટનો બોજ એર ટ્રાવેલર પર આવી રહ્યો છે. ઈન્ટરનેશનલ તો ઠીક, ડૉમેસ્ટિક ફ્લાઈટના ભાડા પણ વધી રહ્યા છે. એવામાં ઈન્ટરનેશનલ અને ડૉમેસ્ટિક એમ બન્ને સ્તર પર રૂટ કેન્સલ થતા મોટી મુશ્કેલીઓ ઊભી થવાના અણસાર છે. ખાસ કરીને ઈન્ટરનેશનલ સ્તર પર વધી રહેલી ફ્યૂલની કિંમતની અસર પણ દેશના એવિએશન સેક્ટર પર પડી રહી છે.