Thu Apr 30 2026

Logo

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ આટલા પોઈન્ટ તૂટ્યો,  ડોલર સામે રૂપિયો વધુ નબળો પડ્યો

2026-04-30 10:07:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેર બજાર ખુલતાની સાથે જ પછાડયું. બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 482 પોઈન્ટના ઘટાડા સાથે 77,014 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ 180 પોઈન્ટના ઘટાડા સાથે 23,996 પર ખુલ્યો. ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે 0.2% ઘટીને 95.02 પર ખુલ્યો.

શેરબજાર ખુલ્યાની થોડી વારમાં જ વધુ ઘટાડો નોંધાયો, 9.20 વાગ્યે સેન્સેક્સ 850 પોઈન્ટ ઘટીને 76,646 પર પહોંચી ગયો છે, જ્યારે NSE નિફ્ટી 265 પોઈન્ટના ઘટાડા સાથે 23,914 પર પહોંચી ગયો છે. 

NSEના 1,371 શેરોમાં ઘટાડો નોંધાયો, જ્યારે ફક્ત 873 શેરોમાં વધારો નોંધાયો, આશરે 13 શેરોમાં કોઈ કોઈ ફેરફાર ન નોંધાયો. શરૂઆતના કારોબારમાં બેંકિંગ, ઓટો અને આઇટી ક્ષેત્રમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી.

વૈશ્વિક બજારમાં મિશ્ર વલણ:
ગુરુવારે એશિયન બજારો પર શરૂઆતના કારોબારમાં ઘટાડો નોંધાયો. જાપાનના નિક્કી-225માં 1.10% અને ટોપિક્સમાં 1.48%નો ઘટાડો નોંધાયો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.06%નો વધરો નોંધાયો, જ્યારે કોસ્ડેમાં 0.25%નો ઘટાડો નોંધાયો.

ફેડ પોલિસી અને ટેક કંપનીના પરિણામો જાહેર થયા બાદ ગઈ કાલે બુધવારે યુએસ બજારોમાં મિશ્ર વલણ સાથે બંધ થયા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 280.12 પોઈન્ટ(0.57%) ઘટીને 48,861.81 પર બંધ થયો, જ્યારે S&P-500 2.82 પોઈન્ટ(0.04%) ઘટીને 7,135.98 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 9.44 પોઈન્ટ (0.04%) વધીને 24,673.24 પર બંધ થયો.