બોલીવૂડ એક્ટર રિતેશ દેશમુખની આજે જ રીલિઝ થયેલી ફિલ્મ રાજા શિવાજી બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ટિકિટ બુકિંગના મામલે પણ ફિલ્મનો દબદબો જોવા મળ્યો છે. આ જ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ હાલમાં મુંબઈમાં રાખવામાં આવ્યું હતું અને આ સ્ક્રીનિંગમાં બોલીવૂડ એક્ટ્રેસ રાખી સાવંત પણ પહોંચી હતી, જેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યા છે. રાખી સાવંતે હંમેશની આદત પ્રમાણે 'ઓવર ધ ટોપ' ડ્રામા કરીને ફરી એકવાર ચર્ચાઓ જગાવી છે. ચાલો જોઈએ શું છે આખા મામલો...
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં રાખી સાવંતના વીડિયોમાં તેના જોવા મળી રહેલાં ડ્રામેટિક અંદાજે સોશિયલ મીડિયા પર એક નવી જ ચર્ચા છેડી દીધી છે. મળતી માહિતી અનુસાર મુંબઈમાં 'રાજા શિવાજી'ના સ્ક્રીનિંગ દરમિયાન રાખી સાવંત પપારાઝી સામે આવતાની સાથે જ જોર-જોરથી છત્રપતિ શિવાજી મહારાજ કી જયના નારા લગાવીને ડ્રામેટિક એન્ટ્રી લીધી હતી.
રાખી સાવંતે આ ઈવેન્ટમાં દર્શકોને ફિલ્મ જોવાની અપીલ કરીને છત્રપતિ શિવાજી મહારાજ વિશે ખૂબ જ ભાવુક થઈને પોતાની વાત રજૂ કરી હતી. રાખી સાવંતનો આ વીડિયો વાઈરલ થતાં જ સોશિયલ મીડિયા પર યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો રાખીને સપોર્ટ કરી રહ્યા છે તો વળી કેટલાક લોકો તેને ઓવરએક્ટિંગની દુકાન પણ કહી રહ્યા છે.
રાખીની આ સ્ટાઈલ કેટલાક લોકોને પસંદ આવી છે, જ્યારે ઘણા લોકોએ તેને અપમાનજનક ગણાવી છે. કેટલાક યુઝર્સે રાખીને 'ઓવરએક્ટિંગ' માટે ટ્રોલ કરી છે, તો તેના ફેન્સે તેને એન્ટરટેઈનિંગ ગણાવી તેનો બચાવ કર્યો છે. તમે પણ રાખી સાવંતનો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ એ રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયા દેશમુખનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ફિલ્મમાં રિતેશે એક્ટિંગ કરવાની સાથે સાથે જ ડિરેક્શન પણ કર્યું છે. આ ઉપરાંત આ ફિલ્મમાં રિતેશ સિવાય બીજા અનેક બોલીવૂડ સેલેબ્સ જેમ કે ભાગ્યશ્રી, વિદ્યા બાલન, અભિષેક બચ્ચન જેવા સ્ટાર્સે પણ કામ કર્યું છે. અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મમાં સલમાન ખાને પણ કેમિયો રોલ કર્યો છે.