Fri Apr 17 2026

Logo

ભારત યુએસના પેક્સ સિલિકા અલાયન્સનું  ભાગ બન્યું; દેશમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે

2026-02-20 11:40:00
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: નવી દિલ્હીમાં ચાલી રહેલી ઇન્ડિયા AI ગ્લોબલ ઇમ્પેક્ટ સમિટ 2026નો આજે છેલ્લો દિવસ છે, આજે શુક્રવારે ભારત સત્તાવાર રીતે યુનાઇટેડ સ્ટેટ્સના AI  અને સપ્લાય ચેઇન સિક્યોરિટી પરના પ્રયાસમાં પેક્સ સિલિકા (Pax Silica)માં જોડયો હતો.
AI ગ્લોબલ ઇમ્પેક્ટ સમિટ દરમિયાન ભારતે યુએસના નેતૃત્વ હેઠળના પેક્સ સિલિકા ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે, આ પગલાને ઐતિહાસિક ગણાવવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પેક્સ સિલિકાથી ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગને ઘણો ફાયદો થશે. 

ભારતમાં અધ્યતન સેમિકન્ડક્ટર બનશે:
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ખૂબ જ ટૂંક સમયમાં ઉત્પાદન શરૂ કરશે. તેમણે કહ્યું, "ભારતમાં દસ સેમિકન્ડક્ટર પ્લાન્ટ પહેલાથી જ સ્થાપવામાં અવ્યા છે, ખૂબ જ ટૂંક સમયમાં, પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ઉત્પાદન શરૂ કરશે. આજે ભારતમાં સૌથી અદ્યતન બે-નેનોમીટર ચિપ્સ ડિઝાઇન કરવામાં આવી રહી છે. ભારતમાં એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકાસ પામી રહી છે. આ માટે પેક્સ સિલિકા ખુબજ મહત્વપૂર્ણ રહેશે, અને ભારતના યુવાનોને તેનો લાભ મળશે."

શું છે પેક્સ સિલિકા?
પેક્સ સિલિકાએ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટનો AI અને સપ્લાય ચેઇનસિક્યોરિટી માટેનો એક પ્રોગ્રામ છે, જે  વિશ્વસનીય ભાગીદારો વચ્ચે નવી આર્થિક સુરક્ષાને પ્રોત્સાહન આપે છે.

પેક્સ સિલિકા ડિક્લેરેશન પર ઓસ્ટ્રેલિયા, ગ્રીસ, ઇઝરાયલ, જાપાન, કતાર, દક્ષિણ કોરિયા, સિંગાપોર, યુએઈ, યુકેએ હસ્તાક્ષર કર્યા છે, જ્યારે કેનેડા, નેધરલેન્ડ, યુરોપિયન યુનિયન, ઓર્ગેનાઈઝેશનફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ અને તાઇવાને હસ્તાક્ષર કર્યા ન હતાં.