નવી દિલ્હી : દેશમાં પાસપોર્ટ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે પાસપોર્ટ ફીમાં વધારો કર્યો છે. આ ફી 1 જુલાઇના રોજથી અમલી થશે. જેમાં પહેલા 36 પેજના પાસપોર્ટ બનાવવાની નોર્મલ ફી 1500 રૂપિયા હતી તે વધારીને 2500 રૂપિયા કરી દીધી છે. જ્યારે તત્કાલ પાસપોર્ટની ફી રૂપિયા 5000 કરવામાં આવી છે.
પાસપોર્ટ રિન્યુ કરવા માટેની ફીમાં નોંધપાત્ર વધારો
કેન્દ્ર સરકારે નવા પાસપોર્ટ બનાવવા અને હાલના પાસપોર્ટ રિન્યુ કરવા માટેની ફીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા 'પાસપોર્ટ (સુધારા) નિયમો, 2026' હેઠળ નવા દરો 1 જુલાઈ, 2026 થી સમગ્ર દેશમાં અમલમાં આવશે.
પુખ્ત વયના લોકો માટે નવી ફી
36 પાનાનો નવો/ રિન્યૂ કરવાનો પાસપોર્ટ: ₹ 2500(સામાન્ય), ₹5000 (તત્કાલ)
60 પાનાનો નવો/ રિન્યૂ કરવાનો પાસપોર્ટ: ₹ 3500(સામાન્ય), ₹6000 (તત્કાલ)
ખોવાયેલો અથવા ક્ષતિગ્રસ્ત પાસપોર્ટ (36 પાના): ₹ 5,000(સામાન્ય), ₹7500(તત્કાલ)
ખોવાયેલો અથવા ક્ષતિગ્રસ્ત પાસપોર્ટ (60 પાના):₹ 6000 (સામાન્ય), ₹8500(તત્કાલ)
બાળકો માટે નવી ફી (18 વર્ષથી ઓછી ઉંમરના)
36 પાનાનો નવો/ રિન્યૂ કરવાનો પાસપોર્ટ: ₹1750 (સામાન્ય), ₹4250 (તત્કાલ)
36 પાનાનો ખોવાયેલો અથવા ક્ષતિગ્રસ્ત પાસપોર્ટ ₹ 4250(સામાન્ય), ₹6750(તત્કાલ)
પાસપોર્ટ સેવા સંબંધિત અન્ય દસ્તાવેજોની ફીમાં પણ વધારો
આ ઉપરાંત પાસપોર્ટ સેવાઓ સંબંધિત અન્ય દસ્તાવેજો માટેની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ ,સરેન્ડર સર્ટિફિકેટ અને ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ વેરિફિકેશન જેવા વિવિધ પ્રમાણપત્રો માટે હવે રૂપિયા 750 ની ફી લેવામાં આવશે. તેમજ ઓળખ પ્રમાણપત્ર' મેળવવાનો ખર્ચ રૂપિયા 1,000 થશે.