Sat Jun 13 2026

Logo

આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આર્થિક વૃદ્ધિના આંકડાઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા

2026-06-12 22:53:49
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે. તેમજ દેશનો જીડીપી વૃદ્ધિ દર 7 ટકાથી ટકાથી ઉપર છે.  તેવા સમયે આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આર્થિક વૃદ્ધિના આંકડાઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આર્થિક વૃદ્ધિના આંકડાઓ કોર્પોરેટ રોકાણ અને ઘટતા વિદેશી રોકાણના આંકડાઓ સાથે સુસંગત નથી.

આર્થિક  વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે અંતર 

રઘુરામ રાજને  એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આર્થિક  વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર છે. તેમણે કહ્યું, મને આ સમજાતું નથી જો અર્થતંત્ર આ ગતિએ વિકાસ પામતું હોત તો તમે ચોક્કસપણે વધુ રોકાણ આવવું જોઇએ. તેમજ ભારત સુધારેલી જીડીપી શ્રેણી વર્ષ 2022-23  આધાર વર્ષ  હેઠળ મજબૂત આર્થિક વૃદ્ધિ નોંધાવી રહ્યું છે. મને લાગે છે કશું ગડબડ છે. 

ઉલ્લેખનીય છે કે, ભારતીય અર્થતંત્રનો  વર્ષ 2025-26માં જીડીપી ગ્રોથ 7.7 ટકા રહે તેવી અપેક્ષા છે. જે એક વર્ષ અગાઉ 7.1 ટકા  હતો. જયારે  જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 7.8 ટકા હતો જ્યારે અગાઉના ક્વાર્ટરમાં તે 8 ટકા  હતો.

દેશમાં કોર્પોરેટ રોકાણનો અભાવ

જયારે પૂર્વ આરબીઆઈ ગવર્નર  રાજને કહ્યું કે ભારતીય અર્થતંત્રમાં સૌથી મોટા વણઉકેલાયેલા પ્રશ્નો પૈકી એક કોર્પોરેટ રોકાણનો અભાવ છે. તેમણે કહ્યું, 'કોર્પોરેટ રોકાણ કેમ વધ્યું નથી તે 10 વર્ષ પહેલા પણ એક કોયડો હતો. આજે પણ એ કોયડો છે. આ પ્રકારની વૃદ્ધિનો એકમાત્ર જવાબ એ છે કે કદાચ આપણે છેલ્લા 10 વર્ષમાં સરકારી આંકડાઓમાં જે જોયું છે તેના કરતા ધીમા દરે વૃદ્ધિ કરી રહ્યા છીએ.