Sun Jun 14 2026

Logo

નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા, કહ્યું તે ભારતની સિદ્ધિઓને ઓછી આંકે છે

2026-06-14 17:54:54
Author: Chandrakant Kanoja
Article Image

બેંગલુરુ: ભારતની સિદ્ધિઓને ઓછી આંકવાના આરોપ સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદીનો વિરોધ કરતા કરતા તે દેશની પણ ટીકા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને વૈશ્વિક પડકારો છતાં સતત પ્રગતિ કરી રહી છે. 

દેશની સિદ્ધિઓને ઓછી આંકી રહ્યા છે

નાણામંત્રી નિર્મલા સીતારમણે  બેંગલુરુમાં 'વિકસિત ભારત સંકલ્પ સમાવેશ' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ટિપ્પણી કરી હતી કે જ્યારે પણ લોકસભામાં વિપક્ષના નેતા બોલે છે  ત્યારે તેઓ દરેક વસ્તુની ટીકા કરે છે. તેઓ માને છે કે તેઓ સરકારને નિશાન બનાવી રહ્યા છે. પરંતુ વાસ્તવમાં, તેઓ દેશની સિદ્ધિઓને ઓછી આંકી રહ્યા છે.

રાહુલ ગાંધી ખોટા દાવા કરે છે

નાણામંત્રીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી કોવિડ-19 મહામારી અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષ જેવા મોટા સંકટ દરમિયાન પણ ભારતની સફળતાઓને અવગણે છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે દેશમાં કોઈ કટોકટી નથી. રાહુલ ગાંધી ખોટા દાવા કરે છે.  રાહુલ ગાંધી ઘણીવાર આગાહી કરે છે કે આવનારા અઠવાડિયામાં બધું તૂટી પડશે અથવા કોઈ મોટી આફત આવશે પરંતુ ભારતમાં આવી કોઈ પરિસ્થિતિ નથી.

ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા

નાણામંત્રીએ  ભાર મૂક્યો કે ભારત વર્ષ-દર-વર્ષે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહી છે. તેમણે કહ્યું કે આ ફક્ત સરકારનો દાવો નથી.  જીડીપીના આંકડા અને આઇએમએફ પણ તેની પુષ્ટિ કરે છે.