કકામિગાહારા (જાપાન): એશિયન ગેમ્સ હૉકી (Hockey)માં ભારતની મહિલાઓની જેમ પુરુષોની ટીમ (Men's team) પણ એક પછી એક મૅચ જીતી રહી છે અને એ પણ ગોલના મોટા તફાવતથી. ગુરુવારે હરમનપ્રીત સિંહની કૅપ્ટન્સીમાં ભારતે વધુ એક મોટી જીત હાંસલ કરીને સેમિ ફાઇનલમાં સ્થાન લગભગ પાક્કું કરી લીધું હતું.
ભારતની મેન્સ ટીમે સાઉથ કોરિયાને 8-2થી હરાવીને આ વખતની ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત હાંસલ કરી હતી. દિલપ્રીત સિંહ ફરી એક વખત સુપરસ્ટાર ખેલાડી સાબિત થયો હતો. તેણે ગોલની હૅટ-ટ્રિક કરી હતી. તેણે 10મી, 26મી અને 32મી મિનિટમાં ગોલ કર્યો હતો.
𝟴-𝟮, 𝗪𝗛𝗔𝗧 𝗔 𝗪𝗜𝗡 🔥 India stormed past Korea to make it three wins from three in the group stage! The Men in Blue keep their campaign rolling. 💪 Watch the 20th Asian Games Aichi-Nagoya 2026 LIVE on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV #AsianGames #AichiNagoya2026 #BaarBaarBharatHarBaarBharat
— Sony Sports Network (@SonySportsNetwk) September 24, 2026
ભારતે ગ્રૂપ-એમાં મોખરાનું સ્થાન મેળવીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી લગભગ કરી જ લીધી છે. આ મૅચ પહેલાં ભારતે ઇન્ડોનેશિયાને 13-1થી અને શ્રીલંકાને 16-1થી માત આપી હતી.
ગુરુવારે ભારત વતી અભિષેકે 15મી તથા 38મી મિનિટમાં ગોલ કર્યો હતો. એક-એક ગોલ હરમનપ્રીત સિંહ, શિલાનંદ લાકરા અને રાજિન્દર સિંહે કર્યો હતો. કોરિયન ટીમ વતી 42મી અને બાવનમી મિનિટમાં અનુક્રમે કિમ જે હૉ અને કિમ યૉન્ગ બૉકે ગોલ કર્યો હતો. હવે શનિવારે ભારતનો મુકાબલો યજમાન જાપાન સામે થશે. ભારતની મહિલા હૉકી ટીમ પણ થોકબંધ ગોલ સાથે જીતીને ગોલ્ડ મેડલની દિશામાં આગળ વધી રહી છે.