ટૉક્યો: એશિયન ગેમ્સ 2026માં ભાગ લેવા ભારતીય ક્રિકેટ ટીમ જાપાન પહોંચી ગઈ છે. ભારતીય ટીમ એશિયન ગેમ્સમાં સીધી ક્વાર્ટર ફાઈનલ રમશે. જોકે ટીમનો મુકાબલો કોની સાથે થશે તે નક્કી નથી. આ પહેલાં ભારત અને જાપાનની ટીમ ટી20 ઈન્ટરનેશનલમાં આમને સામને થશે.
ભારત અને જાપાન વચ્ચે મુકાબલો રમાવાનો છે. આ મેચ અચાનક નક્કી થઈ છે, તેથી તેને લઈને જબરદસ્ત રોમાંચ જોવા મળી રહ્યો છે. આ મુકાબલો 22 સપ્ટેમ્બર એટલે કે મંગળવારે રમાવાનો છે. આ મેચના સમયની વાત કરીએ તો તે સવારે સાડા નવ વાગ્યાથી શરૂ થશે. તેના અડધા કલાક પહેલા એટલે કે નવ વાગ્યે ટોસ થશે. જાપાનની ટીમ છેલ્લા કેટલાક સમયથી સારું ક્રિકેટ રમી રહી છે, પરંતુ તે ભારતને ટક્કર આપી શકશે તેની શક્યતા ઘણી ઓછી છે. છતાં પણ મુકાબલો ઘણો રસપ્રદ જરૂર બની શકે છે. આશરે એક વાગ્યા સુધી મેચ ચાલવાની શક્યતા છે.
🗣️ 𝗜𝘁'𝘀 𝗴𝗼𝗶𝗻𝗴 𝘁𝗼 𝗯𝗲 𝗮 𝘁𝗵𝗿𝗶𝗹𝗹𝗶𝗻𝗴 𝗮𝗻𝗱 𝗲𝘅𝗰𝗶𝘁𝗶𝗻𝗴 𝗺𝗮𝘁𝗰𝗵 𝗳𝗼𝗿 𝘂𝘀
— BCCI (@BCCI) September 21, 2026
🎥 #TeamIndia have arrived in Japan and Captain Shreyas Iyer @ShreyasIyer15 is looking forward to the historic one-off T20I 🇮🇳🤝🇯🇵@CricketJapan pic.twitter.com/PZUo9kiCQ9
ભારતીય ટીમની સંપૂર્ણ સ્ક્વોડ: સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, શ્રેયસ ઐયર (કેપ્ટન), શિવમ દુબે, ઇશાન કિશન, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, વિપ્રજ નિગમ, વૈભવ સૂર્યવંશી.
જાપાનની ટીમની સંપૂર્ણ સ્ક્વોડ: કેન્ડલ ફ્લેમિંગ (કેપ્ટન), શિરાઈ પેટમોર (વિકેટકીપર), એલેસ્ટર ફ્લેમિંગ, બેન્જામિન ઇટો ડેવિસ, રેઓ સાકુરાનો થોમસ, કોહેઈ કુબોટા, વતારૂ મિયાઉચી, ડેક્લાન સુઝુકી, ઇબ્રાહિમ તાકાહાશી, માકોતો તાનિયામા, લાચલન યામામોટો-લેક, ત્સુયોશી તાકાડા, ચાર્લી હારા-હિન્ઝે, શોમા સ્લેટર, જેક કુસુદા-નૈર્ન.
ઉલ્લેખનીય છે કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફાઈનલમાં પહોંચી ચુકી છે અને તેનો સિલ્વર મેડલ પાક્કો થઈ ગયો છે. જો ભારત શ્રીલંકાને હરાવશે તો ગોલ્ડ મેડલ જીતશે અને હારશે તો સિલ્વર મેડલ મળશે.