નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડકપ ટ્રોફીમાં ચેમ્પિયન બન્યા એનું સેલિબ્રેશન કરી રહી છે. BCCIએ પણ ખેલાડીઓ માટે પોતાની તિજોરી ખોલીને કરોડો રૂપિયા આપ્યા છે. સેલિબ્રેશનના આ માહોલ વચ્ચે BCCIએ એક ખેલાડીને સજા ફટકારી છે. ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં શાનદાર પર્ફોમ કરીને ટ્રોફી જીતી લીધી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ન્યૂઝલેન્ડને 96 રનથી હરાવીને ટ્રોફી જીતી હતી ત્યાર પછી બીસીસીઆઈએ લખલૂટ પૈસા આપ્યા પછી પણ સ્ટાર બોલરને મોટો ઝટકો આપતા પેનલ્ટી ફટકારી છે.
બોલરને સજા ફટકારી
ફાઈનલ મેચમાં રન ચેઝ કરવા ઊતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ સામે ભારતીય બોલર્સનો તરખાટ જોવા મળ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના બોલર અર્શદીપસિંહને બોર્ડે સજા ફટકારી છે. ફાઈનલ મેચ દરમિયાન અર્શદીપસિંહે ન્યૂઝીલેન્ડના બેટર ડેરિલ મિચેલને બોલ માર્યો હતો ચાલુ મેચે બન્ને ખેલાડીઓ સામસામે આવી ગયા હતા.
અર્શદીપસિંહ બોલ ફેંકીને પાછો વળી ગયો હતો પણ મિચેલ નારાજ થયો હતો. પછી સૂર્યકુમારે મિચેલને સમજાવ્યો અને ગ્રાઉન્ડ પર જ અર્શદીપને ઠપકો પણ આપ્યો. સૂર્યકુમારે પણ કદાચ ઓન ફિલ્ડ મિચેલની માફી માગી હતી. મેચ પૂરી થયા બાદ અર્શદીપ મિચેલ પાસે ગયો અને પોતાની ભૂલની માફી માગી હતી.
આઈસીસીએ નોંધ લીધી
આ સમગ્ર ઘટનાની ICCએ નોંધ લીધી છે. ICCએ અર્શદીપસિંહને મેચ ફીના 15 ટકા પેનલ્ટી ફટકારી છે. એટલું જ નહીં એક ડિમેરિટ પોઈન્ટ પણ આપી દીધો છે. આ પ્રકારની વર્તણૂકને અયોગ્ય અને ખતરનાક માની છે. મિચેલ જ્યારે ક્રિઝની બહાર નિકળ્યો એ સમયે અર્શદીપે બોલ એમની તરફ ફેંક્યો હતો, જે મિચેલના પગ પર લાગ્યો હતો. જેના પર મિચેલ નારાજ થયો અને ચાલુ મેચ દરમિયાન ગુસ્સે થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને બોર્ડે અર્શદીપને સજા ફટાકરી છે અને લીગલ એક્શન લીધુ છે.